________________
લે નિરાચ્છ તપાસવા માંડ્યો. પેલો કાપ ફરી સીવી લેવામાં આવ્યો હત; પણ ડેસીએ દબાવીને જોયું તો ઠેર ઠેર એ કોટમાં બે પડ વચ્ચે પેલા જેવા કેટલાય ગરીબંધ કાગળો હતા! તેનાં ખિસ્સામાં સોય, કાતર, પાકીટ, એક મોટું ચપ્પ, તથા જુદા જુદા રંગની બુકાનીઓ જેવી વિચિત્ર વસ્તુઓ પણ હતી. તેનું દરેક ખીસું જાણે કોઈ અણધારી ઘટના સામે તૈયારી માટેની સામગ્રીથી જ ભરેલું હતું.
આમ શિયાળો પૂરો થવા આવ્યો.
૨૮
ફરી પાછો એ? પાસેના દેવળની નજીક એક ભિખારી રહેતું હતું. તે સામાન્ય રીતે એક અવડ કૂવાની ધારે ભીખ માગવા બેસતા. જન વાલજીને તેના હાથમાં કશું મુક્યા વિના કદી ચાલે જ નહિ; અને કોઈ કોઈ વાર તેની સાથે વાત પણ કરતો. એ ભિખારીની ઈર્ષ્યા કરનારા લોકો એમ કહેતા કે, એ તો પિલીસખાતાને માણસ છે, અને પહેલાં થાણદાર હતા. તેની ઉંમર ૭૫ વર્ષની હતી, અને તે આખો વખત માળા ફેરવ્યા કરતો. એક રાતે જ્યારે
ન વાલજીન એક ફરવા નીકળ્યો હતો, ત્યારે તેણે પેલા ભિખારીને તેની રોજની જગાએ ફાનસ નીચે બેઠેલો જોયે. ફાનસ હમણાં જ પેટાવવામાં આવ્યું હતું અને પેલો નીચો નમી રોજની ટેવ પ્રમાણે માળા ફેરવત હતે. જીન વાલજીને તેની પાસે જઈ, તેના હાથમાં રજની રકમ મૂકી; પણ એટલામાં પેલા ભિખારીએ એકદમ પિતાનું મોં ઊંચું કર્યું અને જીન વાલજીન સામે તાકીને નજર કરી લીધી. ત્યાર પછી પાછું તેણે તરત માથું નીચું નમાવી દીધું અને માળા ફેરવવા માંડી. વીજળીના ઝબકારાની પેઠે એ બધું ક્ષણવારમાં જ બની ગયું, પરંતુ જીન વાલજીન ચકી ઊઠર્યો. તેને લાગ્યું કે ફાનસના ઝાંખા અજવાળામાં પણ જે દેખાયું તે પેલા ભિખારીનું મેં ન હતું, પણ એક ભયંકર અને પરિચિત મોં હતું. અંધારામાં વાઘને અચાનક પોતાની બરાબર સામે ઊભેલો જોઈને જેવી લાગણી થઈ આવે, તેવી લાગણી જીન વાલજીનને થઈ આવી. તે એકદમ બી જઈને બે ડગલાં પાછો હઠયો; તથા શ્વાસ લેવાની, વધુ થોભવાની કે ત્યાંથી નાસી જવાની પણ હિંમત ન રહેતાં, તે પેલા નીચે મોંએ બેઠેલા ભિખારી સામે જ જોઈ રહ્યી એ ભિખારી તે જાણે કોઈ ત્યાં ઊભું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org