________________
પૅરિસને વસવાટ
૧૭૩ કે પિતાનાં કપડાંમાં કશો ફેરફાર કર્યો ન હતો. તેથી રસ્તા ઉપર ફરતી વેળાએ કેટલીક પરગજુ બાઈઓ તેને ભિખારી ધારી એકાદ સૂનું દાન કરતી. તે પણ નીચે નમી તેને સ્વીકાર કરી લે છે. ઘણી વાર એમ પણ બનતું કે, કોઈ ખરો ભિખારી તેની પાસે હાથ ધરતે, ત્યારે તે આજુબાજુ નજર કરી લઈ, જલદી જલદી તેના હાથમાં ચાંદીને સિક્કો મૂકી ભાગી જતો. પણ એ કારણે થડા વખતમાં તે આ લત્તામાં “દાન કરતા ભિખારી” એ નામે જાણીતે થવા લાગ્યો.
પેલી ડેસી બહુ ઝેરીલી તથા ઈર્ષ્યાળુ સ્વભાવની બાઈ હતી. પોતાના પાડોશીઓ પ્રત્યે તે અદેખાઈ અને અમંગળની લાગણીઓ જ ધારણ કરી શકતી. તે ડોશી જન વાલજીન ઉપર બહુ ઝીણી નજર રાખતી; જો કે જીન વાલજીનને એવી કશી આશંકા ગઈ ન હતી. ડોસી મૂળે બહેરી હતી, એટલે વાતોડિયણ પણ ખૂબ હતી. તે કૉસેટને અવારનવાર ઘણી પૂછપરછ કરતી; પણ કોસેટ કશું જ જાણતી ન હતી, એટલે માત્ર એટલું જ કહેતી કે તેઓ મેટફરમેલથી આવ્યાં છે. એક દિવસ એ ડોસીએ જીન વાલજીનને એક ખાલી એરડા તરફ ગુપચુપ જાતે જોયો. તે તેની પાછળ ઘરડી બિલાડીની પેઠે દબાતે પગલે ગઈ. જન વાલજીને બારણું બંધ કર્યું હતું
પણ, ડોસી તેની તરાડમાંથી જોઈ શકી કે તેણે પોતાના કેટનું અંતરપટ કાતર વડે ચીરીને તેમાંથી એક પીળો કાગળ કાઢયો અને તેની ગડીઓ ઉકેલી. એ હજાર-કૂકની નોટ હતી. ડોસી તે એ જોઈને દિંગ જ થઈ ગઈ. તેને પોતાના આખા જીવનમાં એ બીજી કે ત્રીજી નાટ જોવા મળી હતી; અને તે મૂઠી વાળીને ત્યાંથી નાઠી. થોડા વખત બાદ જીન વાલજીને તેને એ જ નોટ વટાવી લાવવા માટે આપી; અને માત્ર એટલું કહ્યું કે ગઈ કાલે તેને એ નેટ અર્ધવાર્ષિક ડિવિડંડ તરીકે મળી છે. ડોસી મનમાં ને મનમાં ગણગણી કે ગઈ કાલે સાંજના છ સુધી તે એ ઘરની બહાર જ નીકળ્યો નથી અને બેંક છ વાગ્યા પછી તેને ડિવિડન્ડ આપવા કયાંથી નવરી બેઠી હશે ! ડેસી એ નોટ વટાવી આવી, અને તરેહવાર કલ્પના કરવા લાગી. એ રકમ નવરાં ગપ્પીદાસેની જીભે વધતી વધતી મોટી બનતી ચાલી અને એ લત્તાનાં માણસોનાં હૈયાં ઈષ્યના ધબકારે ફાટી પડવા લાગ્યાં.
થોડા દિવસ બાદ એવું બન્યું કે, જીન વાલજીન કોટ એરડામાં ઉતારી, નીચે લાકડાં ફાડતે હતે; ડેસી ઓરડામાં પૂંજો વાળતી હતી; અને કોસેટ પોતાના બાપુની લાકડાં ફાડવાની રીત તરફ પ્રશંસાત્મક નજરે જોતી નીચે જ ઊભી હતી. ડોસીએ જલદી જલદી જીન વાલજીનને કેટ ઝીણવટથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org