________________
કે મિરાપ્ત
સાથે ફરવાનું બહુ ગમતું; એટલે વખત કેથેરાઈન સાથેની પોતાને મનભાવતી રમત પણ તે પડતી મૂકવા તૈયાર થતી. જીન વાલજીન કૅસેટને હાથ પકડી આનંદથી વાત કરતો ચાલ; કારણ કે, કોસેટ સ્વભાવે બહુ આનંદી અને રમતિયાળ નીવડ્ઝી જતી હતી.
' જીન વાલજીનને દિવસ કૉસેટને રમતી જોવામાં, અને તેને વાંચતાં શીખવવામાં જ પૂરો થઈ જતો. વહાણ ઉપર પોતે વાંચવા શીખ્યો હતો એ તે વેરની વસૂલાતમાં પૂરો પાવરધો થવા માટે; પણ અત્યારે એ ભણતર કૉસેટનું નવું જીવન સર્જવામાં કામ આવે છે એ જોઈ, જીન વાલજીનને હસવું આવી જવું. કોસેટ તેને “બાપુ” કહેતી; અને તે સિવાય તેનું બીજું કશું નામ તે જાણતી પણ ન હતી. કૉસેટ સાથેની વાતચીત તેને બધે સમય તથા તેનું બધું હૃદય ભરી કાઢતી. હવે તેને જીવન રસમય લાગવા માંડયું હતું તથા દુનિયાનાં માણસો પણ ભલાં તથા ક્ષમ્ય લાગવા માંડ્યાં હતાં. વિચારમાં પણ તેને હવે કોઈ સામે ફરિયાદ રહી ન હતી; અને કોસેટને હૃદય ભરીને શ્રદ્ધાયુક્ત પ્રેમ મળ્યો હોવાથી પોતે મોટી ઉંમર સુધી જીવી શકશે એવી તેને ખાતરી પણ થવા લાગી હતી.
જીન વાલજીનને આ પ્રેમબંધન બરાબર અણીને વખતે આવી મળ્યું હતું. બીજી વખત જ્યારે તેને વહાણ ઉપર જવાની રજા થઈ, ત્યારે તેનું મન ખૂબ વકરી ઊંડ્યું હતું. માણસોની દુષ્ટતા અને સમાજની પામરતા તેને નવેસર જોવા મળ્યાં હતાં. અલબત્ત, તેને સત્યની એક બાજુ જ જોવા મળી હોવાથી તેનું દર્શન અધૂરું કહેવાય ખરું. સ્ત્રીઓનું ભાવિ તેને ફેન્ટાઇનમાં મૂર્તિમંત થતું દેખાયું હતું અને રાજસત્તા જાવર્ટની હૃદયહીનતામાં. આ વખતે તે તેને સજા પણ પ્રમાણિક બનવા માટે જ થઈ હતી, અને તેનું હૃદય આખા સમાજ સામે નવી કડવાશથી છલોછલ ઊભરાઈ ગયું હતું. તિરરકાર અને કંટાળો હવે તેના ઉપર ઘેરાઈ વળ્યાં હતાં અને બિશપનું સંસ્મરણ પણ લુપ્ત થઈ જવા લાગ્યું હતું. જેન વાલજીને ફરીથી વેરને જેને માર્ગે ઢળી પડવાની અણી ઉપર આવ્યો હતો. પણ તેના હૃદયમાં પ્રેમને અમૃતરસ સીંચાય અને તે ફરીથી સજીવન થયો. તે પોતે કોસેટની પેઠે જ જીવનમાંથી ઊખડી ગયેલો હતો; છતાં તેણે કૉસેટને સંરક્ષણ આપ્યું, અને કૉસેટે પિતાના નિર્મળ પ્રેમથી તેને કલ્યાણને માર્ગે ટકી રહેવાનું નવું બળ આપ્યું.
ડોસી તેમનું વાળવા-ઝૂડવાનું, રાંધવાનું અને ખરીદવાનું કામ કરતી. તેઓ શાંતિથી અને બહુ સાદાઈથી રહેતાં. જીન વાલજીને મકાનના મૂળ સરસામાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org