________________
પેરિસને વસવાટ
૧૧ કે બીજાં બાળકો શું. એક કૂતરા સાથે તેને અરસપરસ મમતા બંધાઈ હતી; પણ તે થોડા દિવસમાં જ મરી ગયા હતા. અને ત્યાર પછી તે કેઈએ તેની સાથે કશી લેવાદેવા જ રાખી ન હતી. એમ આઠ વરસની ઉંમરે તેનું હૃદય છેક ઠંડું જ પડી ગયું હતું. એમાં એને કશો વાંક નહોતું. તેનામાં પ્રેમ કરનાર હૃદય તે હતું, પરંતુ તે પ્રેમ ઝીલનાર કોઈ ન હતું. તેથી પહેલા જ દિવસથી કૉસેટના અંતરમાં લાગણી અનુભવનારું અને વિચાર કરનારું જે કાંઈ બાકી હતું, તે આ ભલા માણસ તરફ વળવા લાગ્યું; અને અત્યાર સુધી પહેલાં કદી ન જાણેલી એવી વિકસવાની લાગણી તે અનુભવવા લાગી. અઘટિતઘટનામાં કુશળ એવા વિધાતાએ પિતાની અચિંતનીય શક્તિથી, ઉમરે છેક ભિન્ન અને દુખે એકદમ સમાન એવા આ બે ઉમૂલિત આત્માઓને ભેગા કર્યા હતા અને બંને એકબીજાને પૂર્તિરૂપ બની રહ્યા.
જીન વાલજીને પિતાનું મકાન બરાબર પસંદ કર્યું હતું. ત્યાં તે બહારની દુનિયાથી લગભગ પૂરેપૂરો સુરક્ષિત હતે. આખા મકાનમાં તેના એરડાને જ એક બારી હતી, જે વૃક્ષોની ઘટાવાળા રસ્તા ઉપર પડતી હતી, એટલે સામેના કે પાછળના પડોશીઓની ઉત્કંઠ નજરને તેને ભય ન હતા. ભોંયતળિયે તો જુદા જુદા માળીઓનાં ઓજારોની વખાર હતી, અને તેમને ઉપરના માળ સાથે કશો સંબંધ ન હતો. એ ઉપરના માળમાં થોડાક એરડા હતા અને થોડીક માળિયાં હતાં. તેમાંના એકમાં એક ઘરડી ડેસી રહેતી હતી, જે જીન વાલજીનનું કામકાજ કરતી હતી. આ ડેસી આ મકાનમાં જુની ભાડવાત હતી, અને એરડાઓ વગેરે ભાડે આપવા-મૂકવાનું કામ એ જ સંભાળતી હતી. જીન વાલજીને તેની પાસેથી જ પિતાને એરડો એમ કહીને ભાડે રાખ્યો હતું કે, સ્પેનની લોનમાં મારાં બધાં નાણાં ડૂબી જવાથી હું પાયમાલ થઈ ગયો છું; અને હવે હું અહીં મારી નાની દીકરી સાથે સાદાઈમાં રહેવા માગું છું. તેણે છ મહિનાનું ભાડું અગાઉથી ચૂકવી દીધું હતું.
અઠવાડિયાં પસાર થવા લાગ્યા અને બંને જીવો કંઈક સુખ અને નિરાંતનું જીવન અનુભવવા લાગ્યા. એ એરડાની સવાર હંમેશાં કૉસેટના હસવાથી, વાતેથી, અને ગાવાથી શરૂ થતી. જીન વાલજીને દિવસે બહાર બહુ ઓછું નીકળત. સામાન્ય રીતે સાંજ થયે તે એક-બે કલાક ફરવા નીકળતે, અને તે પણ નિર્જન શેરીઓમાં જ. કોઈ વાર તે એક પણ નીકળતે; જોકે સામાન્ય રીતે કોસેટ તેની સાથે જતી. જ્યારે કૉસેટ તેની સાથે ન જાય, ત્યારે એ પેલી ડેસી સાથે રહેતી. પરંતુ કૉસેટને જીન વાલજીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org