________________
૧૩૦
લે મિરાટ્યુ કારણ કે તેઓ પોતે સ્વભાવે સુખ અને આનંદરૂપ હોય છે. કૉસેટે કેથેરાઇનને પોતાની પાંગથે પડેલી જોઈ. તેણે તરત તેને ઉપાડી લીધી અને રમતાં રમતાં જીન વાલજીનને સેંકડો સવાલ પૂછી નાખ્યા. “આ કઈ જગા છે? પૅરિસ બહુ મોટું શહેર છે? થેનારડિયર બાનુ બહુ દૂર છે? તે કદી અહીં નહિ આવી શકે?” ઇત્યાદિ. અચાનક તે બોલી ઊઠી, “અહીં બધું કેવું સરસ છે!”
ખરી રીતે એ ઓરડે એક કંગાલ ઘેલકું જ કહેવાય; પરંતુ એ એરડામાં અને તેના આ ભલા બતીની ઓથમાં તે સ્વતંત્ર હતી!
“હું પંજો વાળી નાખું?” તેણે થોડી વારે પૂછયું. “ ના બેટા, રમ.” જીન વાલજીને જવાબ આપ્યો.
બીજે દિવસે સવાર થતાં જ જીન વાલજીન પાછો કૉસેટની પથારી પાસે તેના જાગવાની રાહ જોતો ઊભો હતો. તેના આત્મામાં કશું નવું ઉમેરાતું જતું હતું. તેણે અત્યાર લગી કોઈને કદી ચાહ્યું ન હતું. પચીસ વર્ષ સુધી દુનિયામાં તે એકલો જ હત; અને કોઈને પિતા, પતિ કે મિત્ર બન્યો ન હતો. વહાણ ઉપર તે ખીલો, ખિન્ન, નિષ્પાપ પણ અજ્ઞાની અને ઝનુની બની રહ્યો હતો. તેની બહેન અને તેની બહેનનાં છોકરાંની એક દૂરની આછી મૃતિ તેના અંતરમાં રહી હતી; પણ અંતે તે સમૂળગી લુપ્ત થઈ ગઈ હતી. તેણે તેમને શોધી કાઢવા દરેક પ્રયત્ન કરી જોયો હતે; પરંતુ કોઈ ન જડતાં, તે તેમને ભૂલી ગયો હતો. જ્યારે તેણે પહેલવહેલી કૉસેટને જોઈ, અને તેને તે લઈ ચાલ્યો, ત્યારે તેના અંતરના ઊંડાણમાંથી કશુંક સળવળીને ઊંચે આવવા લાગ્યું. જે કાંઈ ભાવના કે પ્રેમ તેનામાં સુપ્ત પડેલાં હતાં, તે બધાં જાગી ઊઠીને આ બાળક તરફ ઊછળવા લાગ્યાં. કૉસેટની પથારી પાસે ઊભા ઊભે તે કંપવા લાગ્યો : તેના હૃદયમાં માની પેઠે વાત્સલ્યના ઊભરા આવવા લાગ્યા; અને એ બધું શું થાય છે તેની તેને સમજ પડી નહિ. તેના જીવનમાં તેને અગમ્યનું આ બીજું દર્શન હતું. બિશપે પ્રથમ સદાચારની ઉષા તેના અંતરના ક્ષિતિજ ઉપર જગાવી હતી; કૉસેટે હવે બીજી પ્રેમની ઉષા તેના અંતરમાં જગાવી.
શરૂઆતના દિવસો આમ એક પ્રકારના નવા અનુભવમાં જ વીતવા લાગ્યા. કૉસેટ પણ અજાણપણે બદલાવા લાગી. તેની માથી તે છૂટી પડી ત્યારે તે એટલી નાની હતી કે તેને એની યાદ જ ન હતી. તેણે વેલની નાની ડાળખીઓની પેઠે જે મળે તેને ટેકે લેવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને બધેથી ધુતકાર જ મળ્યો હતો : થેનારડિયરો છે, તેમનાં બાળકો શું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org