________________
પરિસને વસવાટ
૧૨૯ નહિ. જંગલમાં તે પિતાને રસ્તો અમુક નિશાનીઓ ઉપરથી કાપ કાપતે આગળ ચાલ્યો; અને છેવટે એક જગાએ આવીને થંભ્યો. અચાનક તે નીચે નમ્યો અને અંધારામાં જમીન ઉપર હાથ ફેરવવા લાગ્યો. એ જમીન તાજેતરમાં કોઈએ ખોદેલી નથી એવી ખાતરી કરીને તે પાછો ઊભો થયો અને મોંટફરમેલ ગામ તરફ વળ્યો. તે વખતે જ રસ્તામાં ડોલ ઊંચકીને જતી કૉસેટનો તેને અંધારામાં ભેટો થયો, – એ બધી પાછલાં પ્રકરણની વાતથી હવે વાચક સુપરિચિત છે.
ખંડેર જેવા આ મકાનમાં થોડા ઓરડા જ સાબૂત હતા. મકાનનાં ઉપલા માળે એક ઓરડા આગળ આવી, જીન વાલજીને ખિસ્સામાંથી કૂંચી કાઢી અને બારણું ઉઘાડયું. ઓરડામાં એક શેતરંજી પાથરેલી હતી, તથા થોડી ખુરસીઓ અને ટેબલ હતાં. ઓરડાને છેડે એક ભંડારિયા જેવું હતું, તેમાં એક મામૂલી પથારી બિછાવેલી હતી. જીન વાલજીને કૉસેટને જગાડયા વિના જ તેમાં સુવાડી દીધી; અને પછી દીવો સળગાવ્યો. આગલે દિવસે આ બધું તૈયાર કરીને જ તે નીકળ્યો હતો. ત્યાર પછી, ઊંઘતી કૉસેટ તરફ તે માયા અને કરુણાથી લગભગ ઘેનભરી નજરે જોઈ રહ્યો. છેક જબરા હતા કે છેક નબળાને હતા ઊંડા વિશ્વાસથી એ નાનું બાળક, પતે કોની સાથે છે કે કયાં છે તે જાણવાની કશી પરવા કર્યા વિના ઘસઘસાટ ઉંઘતું હતું. જીન વાલજીને નીચા નમી, તેના કુમળા હાથ ઉપર ચુંબન કર્યું.
નવ મહિના અગાઉ તેણે ચિરનિદ્રામાં પહેલી તેની માતાના હાથને આ રીતે જ ચુંબન કર્યું હતું. તેના હૃદયમાં એક મૂંગી મર્મભેદી લાગણી ઊભરાઈ આવી; અને કૉસેટની પથારી પાસે જ ઘૂંટણિયે પડી, તેણે સૌના ભાગ્યવિધાતાને પ્રણામ કર્યા.
સવાર થતાં જ એક ભારે વજન ભરેલી ગાડી શેરીમાં થઈને પસાર થતાં આખું ઘર ઉપરથી નીચે સુધી ધણધણી ઊઠયું. કોસેટ છલાંગ મારીને
આવી, આવી,” કહેતી ઊભી થઈ ગઈ, અને ઊંઘથી દબાયેલ પોપચાં સાથે જ પથારીમાંથી નીકળી, એક ખૂણા તરફ હાથ લાંબા કરી, બેલી ઊઠી, “અરે, મારી સાવરણી ક્યાં ગઈ?”
પછી આંખ પૂરેપૂરી ઊઘડતાં જ તેણે જીન વાલજીનને હસતે ચહેરો જોયો.
કોસેટ બોલી ઊઠી, “હું, આપ જ છો ? સલામ, સાહેબ.”
છોકરાં આનંદ અને સુખને એકદમ પરિચિતની પેઠે સ્વીકારી લે છે; લે મિ0 – ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org