________________
૧૨૮
લે મિઝરા ૩ ત્રણ વાર છે અને પછી થનારડિયર સાથે નજર મિલાવીને તેણે એવી આંખ કરી કે, નારડિયરને પણ સમજાવું બાકી ન રહ્યું કે, હવે આગળ તેને પીછો પકડે એ “નિરુપયોગી” છે. તે તરત ત્યાંથી પાછો ફર્યો.
તે રાતે પેરિસમાં જ્યારે એક ઘર આગળ કોસેટ અને તેને સાથીદાર આવી પહોંચ્યા, ત્યારે કોસેટ તેના સાથીદારની પીઠે નિરાંતે ઊંઘતી હતી. કેથેરાઇન તેના હાથમાં જ હતી. આખો દિવસ પાછા વળીને જોતાં જોતાં,
અને આડા સ્તાઓ લેતાં લેતાં તેઓએ કેવી રીતે મુસાફરી કરી હતી, તે કૉસેટની સમજ બહાર રહ્યું નહોતું. પણ તે સમજી ગઈ હતી કે, એ બધું તેને પોતાને માટે જ કરવામાં આવ્યું હતું. તે જરા પણ આનાકાની વિના, પિતાના અજાય, સાથીને હાથ પકડી, પોતાના નવા અગમ્ય ભાવિમાં ડગ માંડતી હતી.
પેરિસને વસવાટ જે ઘર આગળ કોસેટ અને તેને સાથી આવીને મ્યાં, તે ઘરને એક ઓરડે આગલે દિવસે બપોરે જ જીન વાલજીને ભાડે રાખ્યો હતે. પેરિસના છેક વેરાન ભાગમાં એ મકાન આવેલું હતું અને તે બાજુ બહુ ઓછા લોકોને વસવાટ હતે. માત્ર દરરોજના બે વાગ્યે અપંગ રાજા લઈ ૧૮ મો ફરવા નીકળતો, ત્યારે તેની ગાડી અંગરકે સાથે તે બાજુએ થઈને પસાર થતી. તે વખતે રસ્તા ઉપર જરા ધમાલ જેવું મચી રહેવું ખરું. જીન વાલજીનને એ વાતની ખબર ન હતી. તેથી ઓરડો ભાડે રાખીને તે રસ્તા ઉપર બહાર જવા નીકળ્યો તેવામાં અચાનક પાછળથી અંગરક્ષકોની ઘોડેસવાર ટુકડી સાથે
જાની ગાડી ધસી આવતી તેણે જોઈ. તે ઉતાવળે એક ખૂણા પાછળ છુપાઈ ગયે. પરંતુ અંગરક્ષકોના સરદારની નજર બહાર એ બીના ગઈ નહિ.
જાનો રસ્તો ખુલ્લો કરનારા પોલીસે પણ તેને આમ છુપાઈ જાતે જોયે હતો; અને તેમાંના એકને તેને પીછો પકડવાને તરત હુકમ મળ્યું. પણ જીન વાલજીન જુદી જુદી નિર્જન ગલીઓમાં થઈને અલોપ થઈ ગયો. - મોંટફરમેલને રસ્તે જનારે ટપો ઉપડવાની તૈયારીમાં હતો, તેવામાં જીન વાલજીને ત્યાં આવી પહોંચ્યો અને ખાલી રહેલી એક જ જગામાં બેસી ગયો. રાત પડી ગઈ, અને મોંટફરમેલ ગામ આગળના એક વિસામે ટ થોભે તે વખતે એ અધવચ ઊતરી ગયે અને પાછા બેસવા આવ્યો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org