________________
ફરી પાછે એ?
૧૩૫ એમ જાણતો પણ ન હોય તેમ જ બેઠેલે રહ્યો. જીન વાલજીને ભારે હદયે ઘર તરફ જ સીધે પાછો ફર્યો, પણ તેણે જે માં જોયું હતું તે જાવર્ટનું હતું એવું પોતાના મનમાં લાવતાં પણ તે કંપી ઊઠવા લાગ્યો.
બીજી સાંજે પાછો જીન વાલજીન તે તરફ જ ફરવા ગયો. પેલો ભિખારી તે જ પ્રમાણે ત્યાં બેઠેલો હતે. જીન વાલજીને તેના હાથમાં સિક્કો આપતાં ખાસ સંબોધન કરીને કહ્યું, “કેમ છો, ભાઈ!” પેલાએ મોં ઊંચું કરીને કૃતજ્ઞતાભરી નજરે જવાબ આપ્યો, “આપની મહેરબાની, મારા સાહેબ!” ખરેખર તે પેલે જન ભિખારી જ હત; એટલે જીન વાલજીન હવે પોતાની આંખના ઘડપણ ઉપર હસતે હસતે ત્યાંથી શાંત ચિત્તે ચાલી નીકળ્યો અને ગણગણ્યો, “આ માણસ જાવટું છે એમ મને ગઈ કાલે લાગ્યું એ જ નવાઈ!' પછી આખી વાત તેના મનમાંથી ભૂંસાઈ ગઈ.
થોડા દિવસ બાદ સાંજના આઠેક વાગ્યાના સુમાર હતો, અને જીન વાલજીન કોસેટને જોડણી શીખવતો બેઠો હતો. તેવામાં તેણે દાદરનું બારણું ઊઘડતું અને પાછું વસાતું સાંભળ્યું. આ એક નવી ઘટના હતી, કારણ કે ઉપરના માળમાં તેના સિવાય પેલી ડોસી જ રહેતી હતી, અને તે તે સાંજ પડતાં છએક વાગ્યાના સુમારે જ મીણબત્તીનું ખર્ચ બચાવવા સૂઈ જતી. જીન વાલજીને કૉસેટને ચૂપ રહેવા નિશાની કરી; કારણ કે તેણે કોઈનો દાદર ચડવાનો અવાજ પણ સાંભળ્યો. કદાચ ડોસી જ બીમાર હોવાથી દવાવાળાને ત્યાં દવા લેવા ગઈ હોય એમ બને; પણ જીન વાલજીને સાવચેતી ખાતર એકદમ મીણબત્તી બુઝાવી નાખી અને કૉસેટને પથારીમાં સુવાડી દઈ તેના કાનમાં કહ્યું, ‘જરા પણ અવાજ ન કરતી બેટા!” પગલાંને અવાજ ઉપર આવી અચાનક સંભળાતો બંધ થયો. જીન વાલજીને પોતાની પીઠ બારણા તરફ રાખીને જ ચૂપ પડી રહ્યો. લાંબા વખત સુધી કશો અવાજ સંભળાયો નહિ, એટલે તેણે ચુપકીથી પોતાની ડોક ધીમે ધીમે ફેરવીને જોયું, તો બારણાની કૂંચીના કાણામાંથી પ્રકાશનું એક ટપકું પ્રલય-તારકની પેઠે ચમકી રહ્યું હતું. અર્થાત કોઈ ત્યાં હાથમાં મીણબત્તી સાથે ઓરડાના ગણસાર સાંભળવા ગુપચુપ ઊભું હતું. થોડી મિનિટ બાદ પ્રકાશ ચાલ્યો ગયો પણ પગલાંને અવાજ ન સંભળાયો. ત્યાં ઊભેલું માણસ પગરખાં હાથમાં લઈને ચુપકીથી સરકી ગયું હતું!
જન વાલજીન પહેરેલ કપડે જ પથારીમાં પડ્યો અને આખી રાત જરા પણ ઊંધો નહિ. સવાર થતાં જ થાકથી તેની આંખ મીંચાવાની તૈયારીમાં હતી, તેવામાં દાદરવાળી અંધારી ગલીનું બારણું બ્રાડ વાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org