________________
લે મિરાલ્ડ બનાવી, હાલરડું ગાતી તેને હાથ ઉપર ઊંઘાડી રહી હતી.
હવે બાનુએ ફરી વાર પેલા આગંતુકને વાળનું કંઈ લેવા આગ્રહ કર્યો. છેવટે તે કબૂલ થયે. .
આપ શું લેશે?” રોટી અને પનીર.”
“ખરેખર, આ કોઈ ભિખારી જ છે!” બાનુને હવે ખાતરી થવા લાગી. કૉસેટ હજી ટેબલ નીચે હાલરડું જ ગાતી હતી. અચાનક તે ચૂપ થઈ ગઈ. બાનુની છોકરીઓએ પડતી મુશ્કેલી ઢીંગલી તેની નજરે પડી. તેણે પિતાની તલવાર નીચે મૂકી દીધી અને આજુબાજુ જોવા માંડયું. સૌનું ધ્યાન બીજી બાબતમાં હતું. તેણે પેટે સરકીને ઢીંગલી ઉપાડી લીધી અને પછી પિતાની જગાએ જઈ આડા ફરી રમવા માંડ્યું. સાચી ઢીંગલી સાથે રમવાના આનંદે તેને ભાનભૂલી બનાવી મૂકી.
કોઈનું ધ્યાન એ તરફ ન હતું. માત્ર પેલો નવો મુસાફર પોતાનું સાદું ખાણું ખાતા ખાતા એ બધું જોઈ રહ્યો હતો. એમ પાએક કલાક વીતી ગયો. અચાનક નાની છોકરીની નજર તે તરફ ગઈ. તેણે તરત મેટીને બતાવ્યું; અને મટીએ બાનુને બતાવ્યું.
જોતાંવેંત બાનુનું માં એકદમ વિચિત્ર આકારનું થઈ ગયું. તેના અત્યાર સુધી ઘવાયેલા અભિમાને તેના ક્રોધને આ વખતે ભભુકાવી દીધા. તેણે ગુસ્સાથી ખાખરા થઈ ગયેલા અવાજે ત્રાડ નાખી : “કૌસેટ !”
પિતાની નીચેની પૃથ્વી હાલી ઊઠી હોય તેમ કૉસેટ ચમકી. “કૉસેટ,” તેની શેઠાણીએ ફરી વાર કહ્યું.
કોસેટે ધીમેથી ઢીંગલીને જમીન ઉપર મૂકી દીધી. કારમી હતાશાની સાથે તેમાં તે ઢીંગલી પ્રત્યે આદર અને વાત્સલ્ય ભારોભાર ભળેલાં હતાં. ઢીંગલી ઉપરથી આંખ ખસેડ્યા વિના જ, તે પહેલી વાર પે તાના પંજા ભેગા કરી આમળવા લાગી. નાનાં છોકરાં એ ઉંમરે કદી એમ ન કરે. પછી આજની અત્યાર સુધીની મોટી યાતનાઓથી પણ તેણે જે નહોતું કર્યું તે હવે કર્યું – તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
પેલો મુસાફર તેની બેઠકમાંથી ઊભો થઈ ગયો. “શી વાત છે? શી વાત છે?” તે હાંફળાફાંફળો બેલી ઊઠ્યો.
જોતા નથી?” બાનુએ કૉસેટના પગ આગળ પડેલી ગુનાની ભયંકર સાબિતી તરફ આંગળી ચીંધતાં કહ્યું.
હા, પણ તેનું શું છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org