________________
- વીશીમાં “એ આળસુ ભિખારડીએ મારાં છોકરાંની ઢીંગલીને અડકવાની હિંમત
કરી છે.”
પણ એટલી વાતની આટલી મોટી ધમાલ શી? ધારો કે તેણે ઢીંગલી રમવા લીધી!”
“શું? તેણે તેના ગંદા બિહામણા હાથ તે ઢીંગલીને લગાડ્યા, એ વતીનું કાંઈ નહિ?
કૉસેટનાં ધૂસકાં વધી ગયાં.
નું છાની મરે છે કે નહિ?” તેની શેઠાણીએ ગર્જના કરી. પેલો માણસ તરત જ ઊઠીને બારણા તરફ દોડ્યો અને બહાર ચાલ્યો ગયો. દરમ્યાન તેની ગેરહાજરીને લાભ લઈ, બાનુએ કૉસેટને ટેબલ નીચે જ પિતાના સઘળા જોરથી એવી એક લાત લગાવી કે કૉલેટ ચીસ પાડી ઊઠી.
એટલામાં બારણું પાછું ઊઘડયું, અને પેલો માણસ હાથમાં આખા ગામની ઈર્ષ્યાની વસ્તુ–પેલી નવાઈભરી ઢીંગલી -લઈને આવ્યો અને કૉસેટ સામે મૂકીને બોલ્યો, “લે, રમ.”
કેસેટ તે આભી જ બની ગઈ. અને ટેબલ નીચે પસી ગઈ. થેનારડિયર બાનુ તથા પેલી બે નાની છોકરીઓ પણ પથ્થરની મૂર્તિઓ બની ગઈ. ટેબલ પાસે બેઠેલા ગરાડીઓના પ્યાલા પણ હાથમાં જ રહી ગયા. આખા ઓરડામાં એક પ્રકારની વિચિત્ર નીરવતા છવાઈ રહી. થેનારડિયર પેલી ઢીંગલી તથા પેલા માણસ તરફ વારાફરતી જોતે જોતે, જાણે તેના પૈસાને સુંઘતો હોય તેમ તેની આસપાસ ફરી વળ્યો. પછી તરત પોતાની સ્ત્રી પાસે જઈને તેના કાનમાં બોલ્યો –
“ખબરદાર, એ માણસ પ્રત્યે તું હવે જો તુચ્છકારથી વાત છે ! એ ઢીંગલીની કિંમત કંઈ નહિ તેય ત્રીસ ફૂાંક હશે.”
એનારડિયર બાનમાં ભીજી ગમે તે ઊણપ હશે, પણ પિતાના પતિની બુદ્ધિમાં તેને અપ્રતિમ વિશ્વાસ હતો. તે તરત લળી લળીને બોલવા લાગી –
“બેટા કૉસેટ, એ તારે માટે છે; તું એ ઢીંગલી લેતી કેમ નથી?” કોંસે તેના ઘરમાંથી બહાર નીકળવા હિંમત કરી.
“મારી વહાલી દીકરી કૉસેટ,” બાન તેને પંપાળતાં બોલી, “આ સાહેબ તને ઢીંગલી આપે છે; લઈ લે, એ તારી છે.”
કૉસેટ તે અદ્ભુત ઢીંગલી તરફ બીતી હોય તેમ જોવા લાગી. તેને ચહેરો હજુ આંસુથી ભીનો હતો. તેને હજુ વિશ્વાસ પડતો ન હતો, છતાં એ ઢીંગલીનું આકર્ષણ છેવટે વિજયી નીવડયું; અને તે ધીમે ધીમે ખસતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org