________________
૧ર૦
લે મિરાલ્ડ ખસતી ઢીંગલી પાસે ગઈ અને તેની શેઠાણી તરફ ફરીને બોલી –
“હું લઉં, બાનું?”
તેની આંખમાં આ ઘડીએ હતાશા, ભય અને ત્રાસનું જે મિશ્રણ હતું, તેને માટે શબ્દ શોધ્યો જડે તેમ નથી.
જરૂર, જરૂર; આ સદગૃહસ્થ તારે માટે જ લાવ્યા છે.” “સાચી વાત છે, સાહેબ ? આ “મહારાણી” ખરેખર મારે માટે છે?”
આગંતુકની આંખો આંસુથી ભરાઈ ગયેલી હતી. તેની સ્થિતિ અત્યારે એવી હતી કે જ્યારે રી ન પડાય તે માટે પણ માણસે ચૂપ રહેવું જોઈએ. તેણે માત્ર ડેકું ધુણાવીને હા કહી તથા “મહારાણીને હાથ કૉસેટના હાથમાં મૂક્યો. કોસેટ ઢીંગલીને અડતાં વેંત પિતાને હાથ પાછો ખેંચી લીધો, જાણે તે દાઝી હેય. પછી અજાણતાં તેણે તેની આખી જીભ બહાર કાઢી; અને એકદમ આવેશમાં આવી જઈ, પેલી ઢીંગલીને પકડી લીધી.
હું એને “કેથેરાઇન’ કહીશ,” તે બેલી.
કોસેટનાં ચીંથરાં એ ઢીંગલીનાં નવાં કપડાં સાથે વિચિત્ર દેખાવ ધારણ કરી રહ્યાં હતાં.
૨૫.
નવા ભાવિ તરફ બીજે દિવસે સવાર થતાં જ નારડિયર હાથમાં કલમ લઈ, પેલા મુસાફરી માટે બિલ તૈયાર કરવા બેઠો હતો. તેની પતની તેની પાછળ ઊભી ઊભી પ્રશંસાત્મક નજરે જોઈ રહી હતી. પાએક કલાકના પરિશ્રમ પછી નીચેનું બિલ તૈયાર થયું -
ઓરડીવાળા સદગૃહસ્થનું બિલ
વાળું ૩ ફૂાંક એરડી ૧૦ ફૂાંક મીણબત્તી ૫ ફૂાંક અગ્નિ ૪ ફૂાંક તહેનાત ૧ ક્રાંક
૨૩ ફૂાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org