________________
નવા ભાવિ તરફ
૧૨૧ સ્ત્રાથી પણ હવે બેલ્યા વિના ન રહેવાયું, “તેવીસ કૂક!” પણ મહાન કળાકારો પિતાની કૃતિથી કદી સંતુષ્ટ થતા નથી; લેનારડિયર ખભે હલાવી માત્ર બોલ્યો, “હ!”
“તમારી વાત ખરી છે, એની પાસેથી તે લેવા જ જોઈએ. એણે આપણને ઓછું નુકસાન કર્યું છે? પણ આ રકમ બહુ જ મોટી છે તે કદાચ નહિ આપે.”
થેનારડિયરે એક ઠંડું હાસ્ય હસીને જણાવ્યું, “તે જરૂર આપશે.”
સ્ત્રી હવે ઓરડાની વસ્તુઓ ઠીકઠાક કરવા લાગી; અને પતિ આમતેમ આંટા મારવા લાગ્યો. ઘડી વાર બાદ તે બોલ્યો, “તું જાણે છે, કે મારે ૧૫૦૦ ટ્રકનું દેવું છે?”
આટલું કહી તે પાછો ભદ્દી આગળ તાપવા બેઠે.
“પણ જોજો, હું આજે કૉસેટને તે કાઢી મૂકવાની છું; તેને હવે ઘરમાં રાખું તેના કરતાં તે રાજા ભૂઈ સાથે પરણું, એ કબૂલ. પેલી ઢીંગલી તો મારું કાળજું ખેતરી ખાય છે.”
થેનારડિયરે માત્ર જવાબમાં શૃંગી સળગાવીને કહ્યું, “આ બિલ તું પેલાને આપજે.”
પછી તે બહાર ગયો. તરત જ પેલે આગંતુક અંદર દાખલ થયો, થેનારડિયર પાછો આવી અર્ધખુલ્લા બારણા પાછળ ઊભો રહ્યો. આગંતુકના હાથમાં પોટલી અને દડો હતાં.
હે, વહેલા ઊઠી આવ્યા કંઈ,” બાનુએ કહ્યું. “આપ સાહેબ અમને આટલા જલદી છોડી જશે કે શું?”
“હા બાનુ, હું જાઉં છું.” “આપને આ ગામમાં બીજું કંઈ કામકાજ નથી?”
“ના, હું તે માત્ર આ રસ્તે થઈને આગળ જવા નીકળ્યો છું. પણ બાનુ, મારે બિલ કેટલું ચૂકવવાનું છે?”
બાનુએ જવાબ આપ્યા વિના પેલું કાગળિયું તેના હાથમાં મૂકી દીધું. પેલાએ તેના તરફ નજર કરી, પણ તેનું ધ્યાન બીજી તરફ જ હતું.
તમારે અહી કેમ ચાલે છે?” તેણે પૂછયું.
એવું જ, સાહેબ.” બાનુએ તે બિલના જવાબમાં કાંઈક ભડાકાની જ આશા રાખી હતી. તે હવે જરા હિમત સાથે બોલવા લાગી :
વખત બહુ ખરાબ આવ્યો છે, સાહેબ. અને આ તરફ આબરૂદાર માણસે બહુ ઓછા જ હોય છે. અલબત્ત, આપના જેવા તવંગર અને ઉદાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org