________________
ભવિતવ્યતા આત્મગૌરવ ફરી પ્રાપ્ત કર. હું તે એથી પણ વિશેષ કહું છું કે, પરમાત્માની નજરમાં તું કદી સગુણી અને પવિત્ર મટી જ નથી, બહેન!”
બિચારી ફેન્ટાઇન સહન કરી શકે તેનાથી આ ઘણું વધારે હતું. કૉસેટ તેને પાછી મળશે, આ દુરાચારી ભ્રષ્ટ જીવનમાંથી તે છુટકારો મેળવશે, અને કૉસેટ સાથે સ્વતંત્રપણે, સુખી અને સંમાનિત જીવન ગાળી શકશે! તેની ઘોર કંગાલિયત વચ્ચે જ અચાનક આ બધી દિવ્ય વસ્તુઓ ફૂલની પેઠે ફૂટી નીકળી હતી. તે પોતાને સંબોધનાર વ્યક્તિ તરફ મૂછમાં પડેલીની પેઠે તાકી રહી. તે માત્ર બે કે ત્રણ વાર “એહ', 'એહ', 'એહ...! એટલું બોલી શકી. તે મોં. મેડલીન સામે ઘૂંટણિયે પડી, અને એ તેને રોકી શકે તે પહેલાં તેણે એમનો હાથ પકડી પોતાના હોઠને દબાવ્યો-ન-દબાવ્યો, તેટલામાં મૂછિત થઈને તે ઢળી પડી.
૧૩
ભવિતવ્યતા માં. મેડલીને ફેન્ટાઇનને પિતાના મકાનમાં જ સ્થાપેલા સેવાશ્રમમાં ખસેડી અને તેની સારવાર સેવાશ્રમની સાધ્વીઓને સોંપી. તેને સનેપાતને તાવ ચડી આવ્યો હતો અને રાતનો કેટલોક વખત તેણે લવરીમાં જ ગાળ્યો હતો. બીજે દિવસે બપોરના તે જાગી ઊઠી અને પોતાની પથારી નજીક કેઈના શ્વાસોચ્છવાસને અવાજ સાંભળી, તેણે પડદો દૂર ખસેડયો અને જોયું તે મે. મેડલીન ઊંચે ભીંત ઉપરના કસ તરફ પ્રાર્થનાભરી ઘેરી સ્થિર નજરે જોઈ રહ્યા હતા. ફેન્ટાઇનને અચાનક લાગ્યું કે જાણે મે. મેડલીનના મુખની આસપાસ દિવ્ય તેજ ઝળકી રહ્યું છે. થોડી વાર તે ચૂપ રહી, પણ પછી જરા ડરતા ડરતી બોલી :
આપ શું કરો છો ?” - મોં. મેડલીને ત્યાં એક કલાક થયાં ઊભા હતા, અને ફેન્ટાઇન જાગે તેની રાહ જોતા હતા. તેમણે તેને હાથ પકડીને નાડી તપાસી, પછી પૂછયું:
તને કેમ લાગે છે, મા?” - “બહુ જ સારું લાગે છે. મને ખૂબ ઊંઘ આવી હતી, અને હવે મને જાણે કાંઈ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org