________________
લે શિરચ્છ ૧૭૯૯ની ૮૧મી કલમ તરફ ખેંચું છું.”
મને બેલવા દો સાહેબ –” “એક શબ્દ પણ નહિ!”
તે પણ –” “અહીંથી ચાલતા થા !” . મેડલીને કહ્યું.
જાવર્ટે આ પ્રહાર રશિયન સૈનિકની પેઠે ખુલ્લી છાતીએ ઝીલ્યો; તે નગરપતિને જમીન સુધી નમન કરી, બહાર ચાલ્યો ગયો. ફેન્ટાઈન બારણાને અઢેલીને ઘેનમાં હોય તેમ તેને બહાર જતા જોઈ રહી. તેણે પોતાની નજર સમક્ષ બે વિરોધી સત્તાઓ વચ્ચે પોતાને માટે એક યુદ્ધ ખેલાયેલું જોયું. બંનેના હાથમાં તેની જિદગી, તેને આત્મા અને તેનું બાળક હતાં. એ બેમાંને એક માણસ તેને અંધકાર તરફ ઢસડવા માગતા હતા, બીજાએ તેને પ્રકાશમાં ફરીથી સ્થાપિત કરી હતી. ભય અને ત્રાસની નજરે તેને આ આખું યુદ્ધ દેવ અને દાનવ વચ્ચેના મહાયુદ્ધ જેવું લાગ્યું. દેવે દાનવને હરાવ્યો હતો; પરંતુ તેને પગથી માથા સુધી કંપાવી મૂકનારી વાત એ હતી કે, તેને બચાવનાર દેવને જ છે, આ ઘડી સુધી પોતાની બધી બરબાદીનું મૂળ કારણ માનીને તે ધિક્કારતી આવી હતી; અને જે ઘડીએ પિતે તેનું ઘોર અપમાન કર્યું હતું, તે ઘડીએ જ તેણે તેને હંમેશના અંધકારમાંથી બચાવી હતી. શું તે અત્યાર સુધી કોઈ ગંભીર ભૂલમાં હતી? તે થરથર ધ્રૂજતી હતી. મેં. મેડલીનના એક એક શબ્દ તેના હૃદય ઉપરને દ્રષમય અંધારપટ હટતો જતો હતો, અને તેની જગાએ આનંદ, વિશ્વાસ અને પ્રેમને નવો ઝરો ફૂટ હતો. જાવટે ઓરડો છોડીને બહાર ગયો, એટલે મેં મેડલીન તેના તરફ વળ્યા, અને આંસુ રોકવાનો પ્રયત્ન કરતા માણસના ગંભીર અવાજે ધીમેથી બેલ્યા:
મેં તારી બધી વાત સાંભળી છે. તે જે કહ્યું તેમાંનું કશું હું જાણ નહોત; પરંતુ હું તારી બધી વાત ખરી માનું છું. હું મારું કારખાનું છોડી ગઈ છે, તે પણ હું જાણતો નથી. પણ તે મને અરજી કેમ ન કરી? આજે હવે હું તારે માટે આટલું કરવા માગું છું. હું તારું બધું દેવું ચૂકવી દઉં છું, અને તારી બાળકીને તેડવા માણસ મોકલું છું; અથવા હું પોતે ઇચ્છે તો તેને તેડવા જઈ શકે છે. પછી હું અહીં રહેવા ઇચ્છે તે અહીં રહેજે, પૅરિસમાં રહેવું હોય તે પેરિસમાં રહેજે, અથવા તારી ખુશીમાં આવે
ત્યાં જજે – હવેથી તારું અને તારી બાળકીનું બધું ખર્ચ હું પૂરું કરીશ. '' તારું ઘોર દુ:ખ હવે દુર થાઓ, અને એ દુ:ખની મુક્તિમાંથી તું તારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org