________________
લે સિરા ફેન્ટાઇને પ્રથમ પૂછેલો પ્રશ્ન જાણે હમણાં જ સાંભળ્યો હોય અને તેને જવાબ આપતા હોય તેમ મોં. મેડલીન હવે બેલ્યા, “હું પેલા ઊંચે રહેલા બલિદાનના પ્રતીકની પ્રાર્થના કરતે હત” અને પછી ધીમેથી તેમણે ઉમેર્યું, “ આ નીચે સુતેલા બલિદાનના પ્રતીક માટે!
માં. મૅડલીને રાતનો ભાગ અને સવારનો વખત ફેન્ટાઇન અંગે તપાસ કરવામાં જ ગાળ્યો હતો, અને હવે તેમને બધી વાતની ખબર પડી ગઈ હતી. તેમણે આગળ કહ્યું –
“મા, તેં ઘણું સહન કર્યું છે. પરંતુ તે વાતનું કશું દુ:ખ મનમાં ન રાખતી; કારણ કે, માણસને પ્રભુ સમીપ પહોંચવાને કદાચ એ જ એક માર્ગ છે. જે નરક તું પાછળ મૂકીને આવી છે, તે સ્વર્ગ તરફ વળવાનું પ્રથમ પગથિયું જ હતું, અને તારે એ છેડેથી જ તારી યાત્રા કદાચ શરૂ કરવાની હતી.”
તે જ રાતે જાવર્ટે એક પત્ર લખ્યો અને પોતાને હાથે જ તેને ટપાલમાં રવાના કર્યો. તેના ઉપર પેરિસના પોલીસ વડાનું સરનામું હતું. મે. મેડલીને થનારડિયર દંપતીને કાગળ લખે : ફેન્ટાઈનને તેમનું ૧૨૦ ફ્રાંકનું દેવું હતું; મેડલીને ૩૦૦ ફ્રાંક મોકલ્યા અને તરત જાતે આવીને બાળકીને મૂકી જવા જણાવ્યું, કારણ કે તેની મા પથારીવશ હતી.
થેનારડિયર ચમકી ઊઠયો. “ જાય બધું જહન્નમમાં!” તેણે પોતાની પનીને કહ્યું, “આપણે ગમે તેમ કરીને આ દેડકીને હાથમાંથી જવા દેવાની નથી; એ તે હવે આપણે માટે દૂઝણી ગાય જ બની ગઈ જાણ!”
થેનારડિયરે જવાબમાં ૫૦૦ કૂકનું બિલ રવાના કર્યું. તેમાંની બે રકમો સાચી હતી, પણ તે તેની પોતાની બે દીકરીઓ વાવરમાં સપડાઈ ત્યારે થયેલા ખર્ચની હતી. જોકે થેનારડિયરે તે બિલમાંથી પ્રમાણિક માણસની રીતે મ. મેડલીને મેકલેલા ૩૦૦ ફ્રાંક કાપી આપ્યા હતા. મોં. મેડલીને એકદમ ૩૦૦ ફ્રાંક મોકલ્યા અને લખ્યું, “કેસેટને લઈને તરત આવો.”
“ભગવાન, ભગવાન !” થેનારડિયરે કહ્યું, “આ છોકરીને હાથમાંથી ખોવાય જ શી રીતે!”
દરમ્યાન ફેન્ટાઈનનો તાવ અટક્યો નહિ. મોં. મેડલીન રેજ બે વખત તેને જોવા જતા; અને દરેક વખતે ફેન્ટાઇન તેમને, “કેસેટ કયારે આવશે?” એ પ્રશ્ન અચૂક પૂછતી.
મે. મેડલીન જવાબ આપતા: “કાલે કદાચ આવશે, હું તો માનું છું કે, આજેય કોઈ પણ ઘડીએ આવી પહોંચે તો નવાઈ નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org