________________
લિ મિઝરાક્ષ “શું છે?” તેણે પૂછયું. “કોણ છે?” જોÇટની પેલી માટી છોકરી જ હતી.
“તું છે કે?” મેરિયસે જરા કઠોરતાથી પૂછ્યું. “વળી પાછી કેમ આવી છે? શું કામ છે?”
છોકરી જરા વિચારમાં પડ્યા જેવી હતી, અને તેની નજર મેરિયસ તરફ ન હતી. તે અંદર પણ આવી નહિ; માત્ર બારણું ઉઘાડું પકડી રાખીને ઊભી રહી,
લે ચાલ, જવાબ આપ!” મેરિયસે કહ્યું. “શું કામ છે?”
છોકરીએ પોતાની ખિન્ન આંખે જરા ઉંચી કરી. તેમાં એક પ્રકારનું ઝાંખું તેજ ચમકી રહ્યું હતું. તેણે મેરિયસને કહ્યું:
“ોર મેરિયસ, તમે દિલગીર દેખાઓ છે. તમને શું થયું છે?” “મને!” “હા, હા, તમને.” “મને કશું નથી થયું.” “હા, થયું છે!”
ના, ના. છાનીમાની ચાલતી પકડ.” એમ કહી મેરિયસે બારણાને ફરી ખેંચ્યું; પરંતુ પેલીએ પકડી રાખ્યું
જુઓ, તમે ખોટું કરો છો. તમે બહુ પૈસાદાર નથી લાગતા; છતાં આજે સવારે ભલા થઈને તમે મને ખાવા માટે કાંઈક આપ્યું હતું. અત્યારે ફરી પાછા ભલા થઈને તમે મને કહો કે, તમને શું દુઃખ છે? તમારા મનમાં કશીક વાતની મૂંઝવણ છે, એ ચોખ્ખું દેખાય છે. હું તમને મૂંઝાયેલા જોવા ઇચ્છતી નથી. કહે, તમારી મૂંઝવણ શી રીતે ટળે તેમ છે? હું તમને કાંઈ કામમાં આવી શકું તેમ છું? હું મારા બાપુને ઘણા કામમાં આવું છું. કાગળ પહોંચાડવાના હેય, ઘરમાં જવાનું હોય, બારણે બારણે ફરીને તપાસ કરવાની હોય, કોઈનું સરનામું શોધી લાવવાનું હોય, કોઈની પાછળ જવાનું હોય, તે એ બધું હું કરું છું.”
મેરિયસના મનમાં એક વિચાર આવ્યો : ડૂબતે માણસ કર્યું તરણું પતો નથી
તે પેલી છોકરી પાસે ગયો.
સાંભળ.” તે માયાળુતાથી બોલ્યો. પેલીએ આંખમાં આનંદના ચમકારા સાથે તેને વચ્ચે જ ભાવીને કહ્યું: “હા, તમે મારી સાથે એમ ધીમેથી બોલો ! મને તે વધુ ગમે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org