________________
કઈ લાખે નિરાશામાં!
૨૩૧ ઠીક, જો તું આજે એક વૃદ્ધ ગૃહસ્થને તેમની દીકરી સાથે અહીં બેલાવી લાવી હતી, ખરુંને?”
“હા.” “તું તેમનું સરનામું જાણે છે?”
પેલી છોકરીની આંખે પહેલાં ઉદાસ હતી, તે હમણાં આનંદપૂર્ણ બની હતી; પણ હવે તે પાછી અંધારી ઘોર બની ગઈ !
“તમારે એ જાણવું છે?” “હા.” “તમે તેને ઓળખો છો?”
“ના.”
“એટલે કે, તમે તેમને ઓળખતા નથી, પણ ઓળખવા માગે છે,
ખરું?”
તેમને'નું જે “તેને થયું હતું, એમાં ભારોભાર અર્થ અને કડવાશ ભરેલાં હતાં.
“તું સરનામું શોધી આપી શકશે?” “તમને એ સુંદર જુવાન છોકરીનું સરનામું મળશે.”
વળી પાછો “એ સુંદર જુવાન છોકરી’ શબ્દો ઉપર જે થડકો હતા, તે લક્ષમાં આવતાં મેરિયસ અકળા.
“ઠીક, ઠીક, બાપ અને દીકરીનું સરનામું; તેમનું સરનામું, વળી !” પેલી તેના સામું સ્થિરતાથી જોઈ રહી. “તમે મને શું આપશે ?” “તું જે કહે તે !”
તમને સરનામું મળ્યું જાણે.” આટલું કહી તે ઝટપટ બારણું બંધ કરીને વિદાય થઈ.
મેરિયસ એકલે પડયો.
ખુરશીમાં બેઠો બેઠો તે પિતાનું માથું અને બંને કોણીઓ ખાટલા ઉપર ટેકવી, વિચારમાં ગરક થઈ ગયો. .
અચાનક, એક ખટકા સાથે તે પોતાની વિચારનિદ્રામાંથી જાગી ઊઠયો.
તેણે પાસેના ઓરડામાંથી અચાનક જેન્ડેટને મોટો કર્કશ અવાજ સાંભળ્યો. તેના શબ્દો મેરિયસને માટે વિચિત્ર રહસ્યભર્યા હતા:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org