________________
તે મિરાન્ડ “હું કહું છું કે મને પૂરેપૂરી ખાતરી છે, મેં તેને બરાબર ઓળખે!”
જેન્ડેટ કોની વાત કરતે હતો? ઉસ્લાના પિતાની ? પોતે જે માહિતી વિના ટટળતો હતો, તે માહિતી શું તે અણધારી રીતે જ અત્યારે સાંભળવા પામવાનો હતો? ઉસુંલાને બાપ કોણ હતો? જોખ્યું. તેના વિષે શું જાણતે હો? અચાનક તે કૂદીને બેઠો થયો, અને કબાટ ઉપર ચઢ પેલા બાકામાંથી જેડ્રેટના ઓરડામાં જોવા લાગ્યો.
૫૫
પાંચ ફાંકને ઉપયોગ ઓરડાના દેખાવમાં કશું બદલાયું ન હતું; ફક્ત ખૂંટની પનીએ અને દીકરીઓએ પેલું પૅકેટ ઉઘાડ્યું હતું અને તેમાંનાં ઊનનાં મોજાં તથા ગંજીફરાક પહેરી લીધાં હતાં. બે પથારીઓ ઉપર નવી ચાદરો પણ બિછાવેલી હતી.
જોન્ટેટ ઓરડામાં તરત જ દાખલ થયો હતે. તે હજુ હાંફતે હો. તેની સ્ત્રીના મોં ઉપર આશ્ચર્યની રેખાઓ અંકિત થયેલી હતી.
ખરી વાત? તમને ખાતરી છે?” તેણે જાણે આભી બની જઈને પૂછયું.
“ તદન ખરી ! આઠ વર્ષ પહેલાંની વાત છે, પણ મેં તેને બરાબર ઓળખી કાઢયો છે! શું, તને જરાય શંકા ન ગઈ?”
ના!”
“મેં તે તેને ધ્યાનથી જોવાનું કહ્યું હતું. એ જ મેટું; એ જ ઊંચાઈ, દેખાવે પણ ખાસ ઘરડો નથી થયો. પણ તેનાં કપડાં વધુ સારાં હતાં. વાહ, બેટમજી, હવે તમે મારા હાથમાં ફરી પાછા સપડાયા છો !”
એમ કહી તેણે મોંમાં ડચકારે વગાડયો, અને છોકરીઓને કહ્યું:
જાઓ, તમે બહાર જાઓ જોઉં!” માએ તેતડાતે અવાજે કહ્યું, “પેલીને હાથ ફૂલી ગયો છેને?”
બહારની ઠંડી હવાથી ફાયદો થશે; ચાલો, ચાલતી પકડો તે !”
છોકરીઓ ઊઠીને ચાલવા માંડી. આ માણસની સાથે કશી દલીલ કરવાની હોય નહિ, એ એના કુટુંબનાં સૌ બરાબર સમજતાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org