________________
પાંચ ક્રાંકને ઉપયોગ બંને બહેને બારણામાંથી નીકળતી હતી તેવામાં જોÇટે મોટીને હાથ પકડીને વિચિત્ર અવાજે કહ્યું, “તમે બંને પાંચ વાગ્યે બરાબર અહીં આવી રહેજો; મારે તમારી જરૂર પડશે.”
મેરિયસ બેવડા લક્ષથી સાંભળવા લાગ્યા.
પત્ની સાથે એકલો પડતાં જ, જોçટે બાહ્યાચાલ્યા વિના ફરીથી ઓરડામાં આંટા મારવાના શરૂ કર્યા. અચાનક તે થેભ્યો અને બેલા, “અને બીજી વાત કહું? પેલી જુવાન છોકરી –”
“હા, તેનું શું છે?”
મેરિયસને ખાતરી થઈ ગઈ કે, ઉર્ફલાની જ વાત ચાલે છે. તેણે તીવ્ર ઉત્કંઠા સાથે આગળની વાત સાંભળવા માંડી. તેનું આખું ચેતન જાણે તેના કાનમાં જ કેન્દ્રિત થઈ ગયું.
જોન્વોટે નીચા નમી તેની પત્નીના કાનમાં કશુંક કહ્યું, અને પછી વાત પૂરી થતાં ઊંચા થઈ મેટે અવાજે કહ્યું, “એ તે છે!”
એ છોકરી ?” “હા, હા, તે જ છોકરી.”
પત્નીના મેના “એ છોકરી” શબ્દોમાં કેટલો ગુસ્સો અને ધિક્કાર ભરેલાં હતાં તેનું વાણીમાં વર્ણન શકય નથી. પતિએ કાનમાં કહેલા શબ્દોથી જ એ સ્ત્રીને ઘાણાજનક દેખાવ બદલાઈને એકદમ વિકરાળ બની ગયો હતે. ' “અશકય !” તે ચીસ પાડી ઊઠી. “મારી છોકરીઓ ઉઘાડે પગે, ફાટેલે કપડે ફરે, અને એને? રેશમી કપડા ! મખમલની હેટ! બસ કાંકથી વધુ કિંમત તે હશે જ! વાહ, કોઈ શાહજાદી જ જોઈ લો ! પણ પેલી તે નરી ડાકણ જેવી હતી, અને આ તે કંઈક ઠીક દેખાવની છે; ના, ના, એ તે ન હોઈ શકે !”
“હું કહું છું કે, એ તે જ છે. તેને ખબર પડશે.” એ સાંભળતાં જ પેલી છળી મરી હોય તેમ ઊછળીને ઉપરની છત સામું ફાટેલી આંખે જેતી બોલી :
“શું, મારી છોકરીઓ ઉપર દયા દેખાડનારી એ છોકરી પેલી ભિખારી જ છે! હાય, મરેને, તેનું કાળજું તેડીને ચાવી ખાઉં!”
આમ કહી, પથારીમાંથી તે કૂદીને બહાર નીકળી; અને વીખરાયેલા વાળ તથા ફૂલેલાં નસકોરાં સાથે, મૂઠીઓ ભીડીને હાથ ફેલાવતી વિકરાળ મેહે થે વાર ઊભી રહી અને પાછી પથારીમાં પડી. પતિ તે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org