________________
૨૩૪
લે મિઝરાયલ
સ્થિતિ તરફ નજર પણ કર્યા વિના આમતેમ આંટા જ મારતો રહ્યો. થોડી વાર ચૂપ રહ્યા બાદ તે ફરી તેની પાસે ગયા અને અદબ વાળેલ હાથે બાલ્યા
66
અને બીજી એક વાત કહું ?”
“શું ? ”
તે ઉતાવળ પણ ધીમે અવાજે બોલ્યો : “મારો બેડો હવે પાર છે!”
પેલી તેના તરફ નવાઈભરી આંખે જોઈ રહી.
પેલા બાલવા લાગ્યો :
“ જહાનમમાં જાય ! હું બહુ દિવસ ભૂખે મરતો અને ટાઢે થથરો મુફલિસ માણસ રહ્યો. પણ હવે હું એવા નાચીઝ બંદા રહેવા માગતા નથી. હવે મારી ભૂખ માટે મારે ખાવાનું જોઈએ ! મારી તરસ માટે મારે પીણું જોઈએ ! સૂવા માટે પથારી, અને કાંઈ મહેનત ન કરવા માટે ફુરસદ ! મારો પણ વારો આવવા જોઈએ ! મારે પણ મરતા પહેલાં એક વાર નાના સરખ લખપિત થવું છે ! ”
તેની પત્ની તેની ડાગળી ચસકતી માનીને તેની સામે ગભરાઈને જોઈ રહીં, અને બાલી : “પણ વાત શી છે?”
“વાત ? તારે સાંભળવી છે? લે ત્યારે સાંભળ ! આ લખપતિ હવે આપણા હાથમાં આવ્યા છે. હવે જો આપણે મળેલી તકના લાભ ન ઉઠાવીએ, તો આપણે ઘાસ ખાવાને જ લાયક છીએ એમ કહેવુ જોઈએ. મેં બધી બરાબર ગેાઠવણ કરી છે. હું માણસાને તૈયાર કરી આવ્યો છું. પેલા આજે સાંજે છ વાગ્યે સાઠ ફ઼ાંક મને આપવા આવવાના છે. તે વખતે આપણે પડોશી તો જમવા ગયા હશે અને અગિયાર વાગ્યા પહેલાં પાછે નહિ ફરે. મકાનવાળી ડોશી પણ શહેરમાં વાસણ માંજવા ગઈ હશે. આપણી છેકરી તેમ છતાં બહાર તપાસ રાખશે. પણ જો હવે, મારે વાતેમાં વધુ વખત બગાડવાના નથી. મારે હજી બીજા માણસાને મળવાનું બાકી છે. જોકે અત્યારે બહાર નીકળાય તેવી ઋતુ નથી; પણ તે માટે પેલા પાતે જ પેાતાના ગરમ કોટ મને આપતા ગયા છે! જ્યારે દશા ફરવાની થાય છે ત્યારે બધુ કેવું અનુકૂળ થતું જાય છે!”
આટલું કહી તે માથે ટોપ। ચડવી બહાર ચાલ્યા; પણ તરત જ છે ફરીને બોલવા લાગ્યો : “ હું કહેવાનું ભૂલી ગયા; તારે અધમણેક કોલસા સળગવીને તૈયાર રાખવાના છે.” આટલું કહી તેણે ખીસામાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org