________________
- વૈટનું રણમેદાન યુપકીથી ખાતરી કરીને પાછો આગળ વધતે હ. દૂર રસ્તાની એક બાજુએ એક ડમણિયા જેવી ગાલ ઊભી હતી. તેને ઘડો નીચે વળી આજબાજ ઊગેલું ઘાસ ધીરે ધીરે ચરતો હતે. ડમણિયામાં એક બાઈ થોડાંક પોટલાં તથા ખેખા ઉપર બેઠી હતી. પેલો માણસ અને આ બાઈ એક જ ધંધાના સાગરીત હતાં એ ઉઘાડું હતું. તે ' પેલો માણસ લેહીનો કાદવ ખૂંદતો ખૂંદતે સાવધાનીથી આગળ વધતો હતો, તેવામાં અચાનક તેણે ચંદ્રના ઝાંખા પ્રકાશમાં ઘોડા અને માણસોનાં મડદાંના એક ઢગલામાંથી એક ખુલ્લો હાથ બહાર નીકળેલ જોયો. હાથની એક આંગળી ઉપર કશુંક ચમકતું હતું. તે સોનાની વીંટી હતી. પેલા ડાકુ નીચો નમ્યો, અને જ્યારે તે ફરી ઊંચે થયો ત્યારે પેલી આંગળી ઉપર વીંટી ન હતી. પરંતુ તે પૂરેપૂરો ઊભો થયે ત્યાર પહેલ અચાનક તેના આખા શરીરમાંથી ઘૂજારી પસાર થઈ ગઈ. તેને કોઈએ પકડયો હતે. પાછા વળીને તેણે જોયું તો પેલો ખુલ્લો હાથ હવે તેના કેટના છેડા સાથે ભિડાઈ ગયો હતો. બીજો કોઈ માણસ તે બીકથી અધમૂઓ થઈ ગયો હત; પરંતુ આ તે એ હાથ તરફ જોઈને હસ્યો અને બોલ્યો, “અરે વાહ! આ તે મડદાભાઈ જ છે ને; મેં, તે જાયું કે કોઈ પહેરેગીર હશે.”
પેલે હાથ પાછો થોડી વારમાં ઢીલો પડી ગયે. ડાકુએ હવે નીચા વળીને જોવા માંડયું કે એ મડદામાં ખરેખર જીવ બાકી છે કે કેમ. તેણે ઉપરથી થોડો ભાર આઘોપાછો કરીને હાથ પૂરેપૂરો બહાર ખેંચી કાઢયો, તથા પછી માથું પણ બહાર કાઢયું. થેડી ખેંચાખેંચ પછી તેણે આખું શરીર ઢગલામાંથી બહાર તાણી આવ્યું. તે શરીર ઉપરનાં કપડાંના દેરી-પટ્ટા ઉપરથી લાગતું હતું કે, તે આ ઢગલો વળેલી ટુકડીને નાયક - અમલદાર હશે. તેની આંખો બંધ હતી. અને તેના મોં ઉપર એક ઊંડા ઘા પડેલો હતો. તેની છાતી ઉપરના બખ્તર પર ચાંદીનો કૂસ હતો. પેલા લકએ તે તોડી લીધે અને પછી તેનાં ખિસ્સાં ફસીને એ ઘડિયાળ તથા પૈસાની થેલી પણ કાઢી લીધી. એ અમલદારને આ પ્રમાણે તે આખરી મદદ પહોંચાડી રહ્યો હતો, તેવામાં પેલાએ પિતાની આંખો ઉઘા.
“તારો આભાર માનું છું.” તેણે ધીરેથી કહ્યું.
પેલા ડાકુએ કરેલી અણઘડ ખેંચાખેંચ, રાતની તાજગી, અને ખુલ્લી હવાને લીધે તે જરા ભાનમાં આવ્યો હતે. ડાકુએ કશે જવાબ ન આપ્યું
લે મિ૦–૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org