________________
લે મિરાહ ઉત્તમ માર્ગ જે સહેજે ઈંધી શકતો, તે માણસને હવે પોતાના આ પ્રબળ દળને પરાજય અને વિનાશની ઊંડી ખીણમાં ગબડાવી દેવાની જ ઘેલછા લાગી હતી?
અમે એવું માનતા નથી. તેણે જે વ્યુહ રચ્યો હતો, તે અપ્રતિમ હતે. સામા પક્ષની હરોળની બરાબર વચમાં ભંગાણ પાડવું; તે હરોળને બે ભાગમાં વહેંચી નાખવી; અંગ્રેજવાળા ભાગને “હાલે” ઉપર ધકેલી મૂક; જર્મનોના ભાગને ઢોંગ્રે ઉપર ધકેલી મૂકવે; મેટ સેંટ જીન જીતીને બ્રસેલ્સ જીતી લેવું; અને પછી જર્મનોને રહાઈન નદીમાં તથા અંગ્રેજોને દરિયામાં ધકેલી મૂકવા– એ ઘાટ તેણે ઘડ્યો હતો.– પણ, કસમયના એક વાદળે એક આખું સામ્રાજય રોળી નાખ્યું!
આપણો ઈરાદો વૉટલૅના યુદ્ધની વિગતેમાં ઊતરવાનો હરગિજ નથી. તે યુદ્ધ પૂરું થયું ત્યારે – ૧૮૧૫ના જૂનની ૧૮મી તારીખની રાતે પૂર્ણ ચંદ્ર ઊગ્યો હતો. તેથી નાસભાગ કરવા લાગેલા ફેંચની કતલ પૂરી કરવાની સારી સગવડ જર્મનને મળી ગઈ. યુદ્ધની પૂર્ણાહુતિ પરાજય પામેલાઓની કતલથી થઈ. આખા યુરોપને જીતનારાઓ હારીને રણમેદાનમાં હંમેશની નીંદમાં પોઢી ગયા. એ બધું શું કાર્યકારણની એક સામાન્ય ઘટનારૂપ જ હતું? હરગિજ નહિ. તે દિવસે માનવજાતના ઇતિહાસમાં ગંભીર પલટે આવવાને હતું અને વૉટલૂના મિજાગરા ઉપર ૧૯મી સદીનું દ્વાર ખૂલવાનું હતું. એક મહાન વિભૂતિનો અસ્ત એક મહાન યુગના ઉદય માટે આવશ્યક હતો; અને જેને કશે જવાબ કોઈ લઈ શકતું નથી, તેના હાથે બૂડેલી કલમે એ લેખ લખાયો હતો.
યુદ્ધ પૂરું થયું: વિજેતાઓ જંપી ગયાં. પણ ચોરોને રોજગાર શરૂ થયો, રણમેદાન ઉપર સૂતેલા મૃત દેહનાં કપડાં કાઢી જનારા હવે આવવા લાગ્યા. પોતાના અને પારકાના ભેદ વિના જ આ ડાકુઓ પોતાનું કામ કરતા હોય છે. રણમેદાન ઉપર આવી રીતે મૃતદેહોને લૂંટવાનું કામ કરતાં પકડાનારને તરત ગેળીએ દેવાનો હુકમ હોય છે; પરંતુ તેથી કરીને એ કામ જોખમભર્યું બની જાય છે એટલું જ; તે કામ કરનારાઓ તેથી અટકતા નથી.
એ મધરાતે પણ એવો એક માણસ લગભગ ઘૂંટણિયે ચાલત પોતાનું કામ બજાવવા રણક્ષેત્રમાં એક બાજુથી દાખલ થયો હતો. તે આસપાસ નજર કરતા ભારે ચુપકીદીથી આગળ વધતે હતે. થોડી થોડી વારે તે થોભતે હતો અને આજુબાજુ કશો ગણસાર છે કે નહિ તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org