________________
૧૯
વૌટર્લનું રણમેદાન વાતકારને અધિકાર આપણને એક જુદા સ્થળે અને કંઈક પડેલોને સમયે ડોકિયું કરવા લઈ જાય છે. ૧૮૧૫ના જૂનની ૧૭ મી અને ૧૮ મી તારીખે વચ્ચેની રાતે જો વરસાદ ન વરસ્યો હોત, તે આખા યુરોપ ખંડનું ભાવિ જદુ જ ઘડાયું હોત. નેપોલિયનના ઉદયને અસ્તમાં ફેરવી નાખવા માટે વૉટલુંના મેદાન ઉપર કસમયે એક વાદળ ધસી આવ્યું અને વરસાદની કલ્પના પણ ન હતી ત્યારે વરસાદ તૂટી પડયો. એ વરસાદને કારણે જ વૉટનું યુદ્ધ સવારના છને બદલે બપોરના સાડા અગિયારે શરૂ થઈ શકયું; અને જર્મના સેનાપતિ બ્લચરને અંગ્રેજ સેનાપતિ વેલિંગ્ટનની આખરી પળોએ મદદે આવી પહોંચવાને વખત મળી ગયો. નેપોલિયન એક અઠગ તોપચી હતું, અને તે પખાનાની કામગીરીની દૃષ્ટિએ જ પિતાના હે ગોઠવતે. સામા લશ્કરના વ્યુહને તે એક ગઢ જેવો ગણતે; અને તેપખાનાની મદદથી તેને અમુક નિશ્ચિત જગાએ ભેદ, એ જ તેને ભૂહ રહે. તેની લડાઈએ તોપખાનાથી જ શરૂ થતી, અને તોપખાનાથી જ પૂરી થતી.
૧૮૧૫ ની ૧૮ મી જૂને તે તેણે પોતાના તોપખાના ઉપર વળી વિશેષ મદાર બાંધી હતી. કારણ કે તેની પાસે ૨૪૦ તોપો હતી, ત્યારે વેલિગ્ટન પાસે માત્ર ૧૫૦ હતી. જો જમીન સૂકી રહી હોત, અને તોપખાનું ધારેલે સમયે ખસી શક્યું હોત, તે સવારથી જ નેપોલિયન વૉટલૅનું યુદ્ધ શરૂ કરી શક્યો હોત; અને જર્મન લશ્કર આવી પહોંચે તેના ત્રણ કલાક અગાઉ એટલે કે બપોરના બે વાગતામાં તો વૉટનું યુદ્ધ જિતાઈ ગયું હોત અને ખતમ થઈ ગયું હોત.
વૉટલુંનું યુદ્ધ હારવામાં નેપોલિયનનો કેટલો ફાળો હતો ? વહાણ ડૂળ્યું તેમાં સુકાનીને દોષ કાઢી શકાય તેમ હોય ખરું? વીસ વર્ષનાં યુદ્ધોએ તેની તલવાર તેમ જ માન – શરીર તેમ જ મન બંનેને ઘસી નાખ્યાં હતાં શું? અર્થાત્ ઘણા નામીચા ઇતિહાસકારે કહે છે તેમ, નેપોલિયનની આંતરિક શક્તિને કાટ ચડવા લાગ્યો હતો? કે પછી એ માણસ કે જેને હમેશાં વિજયના બધા માર્ગોની ખબર આપોઆપ પડી જતી, અને પોતાની રૂઆબદાર આંગળી વડે પોતાના અનુયાયીઓને તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org