________________
લે મિરાયા પરંતું તેનું માથું જરા ઊંચું કર્યું. મેદાન ઉપરથી કોઈનાં પગલાં નજીક આવતાં સંભળાતાં હતાં. કદાચ કોઈ પહેરેગીર હોય. પેલા અમલદારે પૂછયું, “લડાઈમાં કેણ જીત્યું?” - “અંગેજે.” ડાકુએ જવાબ આવે.
અમલદારે કહ્યું, “મારા ખિસ્સામાં છે. એક ઘડિયાળ અને શૈલી હશે; તે તું લઈ લે તે મારો જીવ બચાવ્યો છે.”
ડાકુએ ખિસ્સામાં હાથ નાખીને કહ્યું, “અંદર કશું નથી.” - “તે જરૂર કોઈ આવીને શેરી ગયું,” અમલદારે જવાબ આપ્યો. “હું બહુ દિલગીર છું; એ વસ્તુઓ હું તને આપી દેત.”
પહેરેગીરનાં પગલાં વધુ ને વધુ સ્પષ્ટ સંભળાવા લાગ્યાં.
“કોઈ આવતું હોય એમ લાગે છે.” ડાકુએ સરકી જવાની ઉતાવળ કરતાં કરતાં કહ્યું.
પેલા અમલદારે પોતાને હાથ પરાણે ઊંચા કરીને તેને અટકાવ્યો. “તેં મારી જિંદગી બચાવી છે, તું કોણ છે?”
ડાકુએ ઉતાવળમાં ધીમેથી કહ્યું, “તમારી પેઠે ફેંચ લશ્કરને માણસ છું; પણ હવે મારે જવું જોઈએ. હું જો પકડાઈ જઈશ, તો મને ગોળીએ દેશે. મેં તમારી જિંદગી બચાવી છે, હવે તમારાથી પણ જે રીતે ભગાય તે રીતે ભાગી જાઓ.” : “ તારો હોદો શા છે?”
સારજંટને.” તારું નામ શું?” “થેનારડિયર.”
“હું એ નામ ભૂલીશ નહિ,” અમલદારે કહ્યું, “અને હું પણ મારું નામ યાદ રાખજે – પેન્ટમર્સી.”
૨૦
નં. ૯૪૩૦ જીમ વાલજીન ફી પકડાઈ ગયો હતો. એ બધી દુ:ખદાયી વિગતે ઉપરથી પસાર થઈ જવા બદલ વાચકો કદાચ અમારો આભાર જ માનશે. અમે માત્ર તે દિવસનાં છાપાંમાં પ્રસિદ્ધ થયેલા બે અહેવાલોમાંથી થોડાક ઉતારી આપીશું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org