________________
મેં. મેડલીન નામના અજાણ્યા માણસે થોડાં વર્ષ ઉપર ઉત્તર તરફના મ૦ નામના ગામમાં આવીને તે પ્રદેશને પડી ભાંગવા આવેલો બધો કેવી રીતે સજીવન કર્યો, અને પિતાની તથા તે પ્રદેશની સંપત્તિ ઊભી કરી, તથા તેની વિવિધ સેવાઓની કદરદાની તરીકે તે કેવી રીતે નગરપતિ નિમાયો વગેરે વિગતો આપીને, ડૂ૦ બ્લા) નામના છાપાએ (૨૫ મી જુલાઈ, ૧૮૨૩) પછી જણાવ્યું હતું કે, તે મેડલીન બીજે કઈ નહિ પણ ૧૭૯૫ માં લૂંટ માટે સજા પામેલ જીન વાલજીન નામનો ગુનેગાર હતો. એ કેવી રીતે માલુમ પડ્યું તે જણાવીને તેને ફરી જીવનભર કેદ અને સખત મજુરીની સજા ભોગવવા ટુલ બંદરે વહાણ ઉપર મોકલી આપવામાં આવ્યો છે, તેની વિગત આપતાં તે છાપાએ છેવટે ઉમેર્યું હતું કે, “જીન વાલજીને ફરી પકડાયો ત્યાર પહેલાં તેણે મેં, લૅફાઇટની બેંકમાંથી પોતાની પાંચેક લાખ કૂક જેટલી રકમ ઉપાડી લીધી હતી. તે પૈસા અલબત્ત તેણે પોતાના ધંધામાંથી પ્રમાણિકપણે પેદા કર્યા હતા. તે રકમ તેણે ક્યાં સંતાડી છે તે જાણવા ભારે પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ તેમાં સફળતા મળી નથી.” - બીજો ઉતારે વધુ વિગતવાર છે. તે પણ તે જ તારીખના “જર્નલ દ પેરિસ' નામના છાપામાંથી છે:
જીન વાલજીન નામને એક રીઢા ગુનેગાર પિલીસની નજર ચૂકવીને એવી આબાદ રમત રમી ગયો કે તેને ઉત્તર તરફના એક શહેરના નગરપતિ બનાવવામાં આવ્યો. પણ છેવટે જાહેર સત્તાવાળાઓની અખંડ તકેદારીને પરિણામે તેનું પોલ ખુલ્લું થઈ ગયું અને તેની ધરપકડ કરવામાં આવી. તે બદમાશે શહેરની એક છોકરીને રખાત તરીકે રાખી હતી. તે તો તેની ધરપકડના આઘાતથી જ ત્યાં ને ત્યાં મરી ગઈ. આ ગઠિયામાં રાક્ષસી બળ હોવાથી જેલખાનાના સળિયા તેડી તે ભાગી છૂટયો, પરંતુ ત્રણ ચાર દિવસ બાદ પૅરિસથી મોંટફમેલ જતી ટપાલ-ગાડીમાં તે બેસવા જતો હતો તેવામાં પોલીસે તેને ઝડપી લીધો. કહેવાય છે કે, વચગાળાના આ ત્રણ કે ચાર દિવસના છુટકારાને લાભ લઈ, તેણે છથી સાત લાખ ફૂક જેટલી રકમ આપણા એક મુખ્ય છૉકર લૅફાઇટને ત્યાંથી ઉપાડી લીધી હતી. એ રકમ તેણે કયાંક દાટી દીધી છે. એ ગઠિયા ઉપર આઠ વર્ષ પહેલાં ધારી રસ્તા ઉપર એક પ્રમાણિક નાના છોકરાને લૂંટી લેવાના આરોપસર કામ ચલાવવામાં આવ્યું. એ ધાડપાડુએ કશો બચાવ કર્યો નહિ, પણ કાયદો અને ન્યાય જાળવનાર આપણા ખાતાની કુશળતાથી એમ પણ સાબિત થઈ શકર્યું કે તે દક્ષિણ તરફના ધાડપાડુઓની એક ટોળકીને સભ્ય હતો. પરિણામે જીન વાલજીનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org