________________
લે મિરાન્ડ ; મોતની સજા ફરમાવવામાં આવી. તેણે તે ઉપલી અદાલતમાં અપીલ કરવાની ના પાડી, પરંતુ રાજાએ પિતાની અખૂટ દયાથી પ્રેરાઈને તેની મોતની સજાને વહાણ ઉપર જીવનભર સખત મજુરીની સજામાં ફેરવી આપી છે. પરિણામે તેને ટુલ બંદરે લશ્કરી વહાણ ઉપર સજા ભોગવવા મોકલી આપસમાં આવ્યો છે.”! !
! જ છે કે તે આ વહાણ ઉપર જીન વાલજીને નંબર આ વખતે બદલાઈ ગયો હતો. હવે તે નં. ૯૪૩૦ બન્યો હતે. અહીં જ સાથે સાથે જણાવતા જઈએ કે, માં. મેડલીનની સાથે સાથે જ તેમના શહેરની સમૃદ્ધિ પણ વિદાય થઈ ગઈ. પિલી ઘડભાજની રાતે તેમણે જે કાંઈ કહ્યું હતું, તે પ્રમાણે જ બધું બન્યું. તેમની હાજરી વસ્તુતાએ એ આખા ધંધા માટે આત્મારૂપ હતી. આત્મા જતાં બળિયું હેતુપૂર્વક કામ કરનારું મટીને ચોગરદમ સડા અને વિનાશનું ધામ બનીને પીંખાઈ ગઈ. જુદા જુદા તુચ્છ એકમોની પ્રવૃત્તિને એકત્રિત કરીને એકલક્ષી બનાવનાર કેન્દ્રીય વિભૂતિ દૂર થતાં જ, મદદનીશ નાયક બની ગયા, મુકાદમ કારખાનદાર બની ગયા, અને તેઓમાં અંદરોઅંદર તીવ્ર હરીફાઈઓ ફાટી નીકળી. બધું મોટા પાયા ઉપર ચાલવાને બદલે નાના પાયા ઉપર તથા સર્વોદયને બદલે અંગત નફાના હેતુથી જ ચાલવા લાગ્યું. સંગઠનની જગાએ ટંટા-બખેડા આવ્યા, ભાઈચારાની જગાએ કડવાશ આવી, માલની બનાવટમાં દગલબાજી પેઠી, તેની માગ દિવસોદિવસ ઘટતી ચાલી, મજુરીમાં કાપ મુકાવા લાગ્યો, અને વખતોવખત કામ બંધ પડવા લાગ્યું. છેવટે નાદારીએ આવીને સૌને એકસામટા ભરખી લીધા.
૨૧
મેંટફરમેલનું ભૂત અહીંથી આગળ વધતા પહેલાં એ જ અરસામાં મેટફરમેલમાં જે એક વિચિત્ર બનાવ બન્યો, તેને કઈક વિગતે ઉલેખ કરી લઈએ. એ બનાવનો પોલીસોના કેટલાક તર્કો સાથે થોડોઘણો મેળ બેસતું જણાય છે. માંટફરમેલમાં ઘણા જૂના વખતથી એક વાયકા ચાલી આવે છે કે, પુરાતન કાળથી એક ભૂતે તે શહેરને સીમાડે આવેલા જંગલને પોતાનો ખજાનો દાટવાના સ્થાન તરીકે પસંદ કરેલું છે. ઘરડી ડોસીઓ જણાવે છે કે, જંગલના દૂરના ભાગોમાં સાંજને વખતે ગમે ત્યારે એક કાળો માણસ દેખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org