________________
તે કદી પાછા નહિ આવે!
૩૨૧ પ્રેમમાં પડ્યો! હવે મારી બૂરી વલે થઈ ગઈ છે. તેના વગર હું જીવી શકું તેમ નથી. તેને બાપ આ વાત નથી જાણતો. અમે રોજ બગીચામાં મળીએ છીએ. પણ તેને બાપ હવે ઇંગ્લેન્ડ ચાલ્યો જવાનો છે. એ જાણી મને તરત થયું કે હું મારા દાદાને જઈને કહું તો તે જરૂર કંઈક કરશે. મને તમે ગાંડો ગણશે, પણ બાપુ, હું જો તેને નહિ પરણું, તે હું ગાંડ જ થઈ જઈશ.”
ડોસા રાજી થતા તેની પાસે બેઠા અને બધી વિગત સાંભળી સાંભળીને ડચકારા વગાડવા લાગ્યા. પછી તેમણે છીંકણીને ચપટો ભર્યો અને નાકમાં જોરથી ખેંચ્યો. “વાહ બેટા, તારા જેવા જુવાન માણસે જરૂર સુંદર છોકરીઓ ઉપર પ્રેમ કરવો જ જોઈએ. મારી જ વાત કરને! મને સુંદર સ્ત્રીઓ વગર બીજી કોઈ વસ્તુ ગમતી નથી. અને તારી પેલી છોકરી તેના બાપની જાણ વિના જ તને મળે છે નહિ? એ તો ખાસું મજાનું. એવાં પરાક્રમ કરવામાં જ ખરી મજા છે. એવાં પાંચ પચીસ પરાક્રમો કરે નહિ તેને હું જવાન જ ગણું નહિ! પણ પરણવાની વાત પછી. દાદાની પાસે આવવું : દાદા અંતરથી ભલા માણસ છે; તેમની પાસે હંમેશાં ટેબલના ખાનામાં થોડી લુઈની થપ્પીઓ તૈયાર જ હોય છે. તેમને આવીને કહેવું કે, “દાદા આમની વાત આમ છે.” અને દાદા પણ કહેશે કે, “હા. હા, એ તો એમ જ હોય!” સમજ્યોને ! હું પણ જુવાન હતો, અને હું ઘરડો થઈશ ત્યારે તારે પણ તારા પૌત્રને એ જ રીતે મદદ કરવાની થશે, સમજ્યો ?”
મેરિયસ કંઈ સમજે નહિ, અને તે ડોસાની રહસ્યમય મિચકારા મારતી આંખો સામે તાકી રહ્યો. ડોસા હવે તેની બાઘાઈ ઉપર પૂરેપૂરું હસી પડીને બોલ્યા :
અલ્યા બબૂચક, તેને તારી પરણેતર નહિ પણ પ્રેયસી બનાવવાની !”
મેરિયસ એકદમ ફિકો પડી ગયો. અત્યાર સુધી ડેસાની વાતમાંથી તે એક પણ પૂરી સમજ્યો ન હતો. એ છેલ્લું વાકય તેને હૃદયમાં આરપાર વીંધી ગયું.
તે એકદમ ઊડ્યો; જમીન ઉપરથી તેણે પિતાને ટોપે ઉપાડ્યો અને બારણા તરફ દઢ પગલે તે ચાલ્યો. ત્યાંથી જરા પાછા વળી તેણે દાદાને વંદન કર્યા અને પિતાનું માથું ટટાર ઊંચું કરીને તે બોલ્યો :
પાંચ વર્ષ પહેલાં તમે મારા પિતાનું અપમાન કર્યું હતું; આજે તમે મારી પત્નીનું અપમાન કર્યું છે. મારે આપની પાસેથી કાંઈ જોઈતું નથી;
લે મ૦ – ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org