________________
લે મિરાન્ડ મહાશય, સલામ.' ' ડોસાનું મોં પહોળું થઈ ગયું. તે કંઈક બૂમ પાડે તે પહેલાં તો મેરિયસે બારણું વાસી દીધું હતું. થોડી વાર ડોસા જડસડ થઈને પડી રહ્યા. તેમને શ્વાસ થંભી ગયો. પછી એકાણું વર્ષનો ડેસે જેટલી ઝડપે દોડી શકે તેટલી ઝડપે તે દોડ્યા અને બારણું ઉઘાડી બૂમ પાડવા લાગ્યા : “દોડે! દોડો!”
પહેલાં તેમની પુત્રી આવી અને પછી નકરો.
“અરે તેની પાછળ દોડે! તેને પકડો! મેં તેને આ શું કર્યું? તે ગાંડો થઈ ગયો છે! તે ચાલ્યો જાય છે! હે ભગવાન, હવે તે કદી પાછો નહિ આવે!”
૭૯ ઘર છોડી ચાલી નીકળ્યાં
તે જ દિવસે પાછલા પહોરે ચારેક વાગ્યાના અરસામાં જીન વાલજીન એકલો શેપ દ માર્સ તરફ ફરવા નીકળી એક જગાએ નિરાંતે બેઠો હતો. હવે કૉસેટ સાથે તે બહુ ઓછું બહાર નીકળતો. કારણ, એક વખત તે મજૂરનાં કપડાંમાં ફરવા નીકળ્યો હતો ત્યારે તેણે થનારડિયરને જતો જોયો હતો. થેનારડિયર તેને ઓળખી શક્યો નહતો, પણ જીન વાલજીનને શંકા ગઈ કે આટલામાં જ આ ભાઈસાહેબ ફર્યા કરે છે. પણ ત્યાર પછી તો તેણે ઘણી વાર થનારડિયરને એ બાજુ ફરતો જોયો. એટલે તેણે એક ગંભીર પગલું ભરવાનો નિશ્ચય કરી લીધો. ઉપરાંત પેરિસનું રાજકીય વાતાવરણ પણ ડહોળાઈ ગયું હતું. ગમે ત્યારે કાંઈક છમકલું થઈ બેસવાનો ભય હતો. પરિણામે પોલીસની પ્રવૃત્તિ વધી ગઈ હતી. અને રાજદ્વારી ગુનેગારોને છૂપી રીતે તપાસતા રહેવામાં જીન વાલજીન જેવા જૂના ગુનેગાર પણ હાથ આવી જવાનો પૂરો સંભવ. એટલે જીન વાલજીને ફ્રાંસ છોડી ઇંગ્લેન્ડ તરફ ચાલી નીકળવાનો જ વિચાર કરી લીધું હતું. અહીં બેઠો બેઠો તે એકાદ અઠવાડિયામાં ચાલી નીકળવાની વાતને જ વિચાર કરતો હતે. કૉસેટને તે તેણે તૈયાર થઈ જવાની સૂચના પણ આપી દીધી હતી.
પણ આજે સવારે એક અણધારી બાબત તેના જોવામાં આવી હતી, અને તેથી તેનું મન કંઈક ઉતાવળ કરવાનો વિચાર કરતું થઈ ગયું. સવારમાં તે જરા વહેલો ઊઠી ગયો હતો, તેથી તે બગીચા તરફ ફરવા નીકળ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org