________________
ઘર છેાડી ચાલી નીકળ્યાં
૩૨૩
અને કૉસેટની બારીએ ઊઘડવાની રાહ જોવા લાગ્યા. તેવામાં વંડાની દીવાલ ઉપર તેણે ખૂંટા જેવા સાધન વડે લખેલા નીચેના શબ્દો જોયા
..
નં. ૧૬, રૂ ૬ લા વેરેરી. ”
એ લીટીઓ આજુબાજુની શેવાળને હિસાબે તાજેતરમાં જ ખાતરેલી લાગતી હતી, અને ભીંતના પાયા આગળના છાડવાઓ ઉપર પડેલા ચૂનાને ભૂકો હજુ જમીન ઉપર ખરી ગયા નહાતા. ચેાક્કસ, એ લખાણ રાત દરમ્યાન જ લખાયું હશે. એ શું હશે ? કોઈ સરનામું હશે ? કોઈ ચેતવણી હશે ? બીજા કોઈને માટે સંકેત હશે ? એટલું તો નક્કી કે, એ બગીચામાં હવે બહારના કોઈનાં પગલાં પડયાં હતાં.
આવા વિચારમાં તે પડયો હતો તેવામાં તેણે જોયું કે તેની પાછળના પાળા ઉપરથી કોઈના પડછાયા આવીને તેની ઉપર પડયો. તે પાછું વળીને જુએ તેટલામાં તો તેના માથા ઉપર એક ગડી વાળેલા કાગળના ડૂચા આવીને પડયો. તેણે તરત તે ઉકેડ્યા, તે તેમાં પેન્સિલ વડે મેટા અક્ષરે લખ્યું હતું —— “જલદી દૂર ચાલ્યા જાઓ.'
kk
જીન વાલજીન ઝટ ઊભા થઈ ગયા. પાછળ તપાસ કરી, તે કોઈ ઊભું ન હતું, પણ થોડે દૂર માણસ કરતાં નાનું, પણ બાળક કરતાં મોટું એવું કોઈક ઠેકડો ભરીને ચાલ્યું જતું હતું. તેણે છાકરા જેવાં પાટલૂન-ખમીસ પહેર્યાં હતાં.
જીન વાલજીન વિચારમાં અટવાતો ઝટ ઘેર પાછો ફર્યો.
મેરિયસ લગભગ મડદા જેવા થઈને માં. જીલેનાર્મેન્ડને ઘેરથી નીકળી ગયા. થોડીક આશા સાથે તે આ ઘરમાં આવ્યા હતા, પરંતુ પહાડ જેવડી નિરાશા સાથે તે હવે પાછા જતા હતા.
કેવી રીતે તે કોર્પોરાકની ઓરડીએ આવી પહોંચ્યા અને ધબ દઈને પેાતાની ચટાઈ ઉપર પહેરેલે કપડે જ પડયો, તેની તેને ખબર નહોતી. તે ઊંઘી ગયા ત્યારે સૂર્યના પ્રકાશ ઝળહળતા હતા; જ્યારે તે જાગ્યો ત્યારે કોર્ફોરાક, એોલરસ, થુલી અને કોમ્બીફેર માથા ઉપર ટોપા ચડાવી બહાર નીકળવાની તૈયારીમાં હતા તથા કંઈક ભારે ધમાલમાં હતા.
લેમાર્કની સ્મશાનયાત્રામાં
કોફેરાડે તેને પૂછ્યું, આવવું છે? ”
Jain Education International
66
તારે જનરલ
For Private & Personal Use Only
www.jainelibrary.org