________________
૩૨
લે મિઝેરાગ્લા મેરિયસને લાગ્યું કે કોર્ફોરાક ચીની ભાષામાં કાંઈક બોલી રહ્યો છે.
થોડી વાર બાદ તે પણ તેની પાછળ પાછળ ચાલી નીકળ્યું. તેણે ખીસામાં ત્રીજી ફેબ્રુઆરીને દિવસે બનેલા પ્રસંગ માટે જાવર્ટે આપેલી બે પિસ્તોલ નાખી લીધી. તેમ તેણે શા માટે કર્યું તેની તેને પણ ખબર ન હતી.
આખો દિવસ તેણે આમતેમ ભટક્યા કર્યું. વચ્ચે વચ્ચે વરસાદ વરસતો હતો. તેણે એક પેની આપીને રોટી ખરીદી હતી અને ખીસામાં મૂકી હતી. પણ તે ખાઈ લેવાની વાત તેને યાદ જ આવતી નહોતી. તેના મગજમાં ભઠ્ઠી ભકભક સળગી રહી હતી. તેને કશાની આશા નહોતી. આગલા દિવસની રાતથી તેની આ સ્થિતિ થઈ ગઈ હતી. એને એટલો જ ખ્યાલ હતા કે આજે રાતે નવ વાગ્યે કૉસેટને મળવા જવાનું છે. અવારનવાર તેને દૂર દૂરથી ભડાકા ધડાકા જેવા અવાજો સંભળાતા. તે એક વાર બોલી પણ ઊઠયો, “કયાંક લડાઈ ચાલે છે કે શું?”
રાત પડો બરાબર નવ વાગ્યાના અરસામાં તે રૂ પ્લમેટવાળા મકાનના દરવાજા આગળ આવી પહોંચ્યો. કૉસેટને જોયે બરાબર ૪૮ કલાક થયા હતા. હવે તેના મનમાંથી અચાનક બધા વિચાર સરકી ગયા; અને કૉસેટને મળવાનો આનંદ જ તેના હૃદયમાં વ્યાપી રહ્યો.
મેરિયસે નવના ટકોરા પડતાં જ દરવાજાને સળિયો ખસેડયો, અને પોતે અંદર કૂદી પડયો. કૉસેટ રોજની જગાએ ન હતી. તે ઘરનાં પગથિયાં સુધી જઈ પહોંચ્યો. ઘરનાં બારીબારણાં બધું બંધ હતું. બગીચામાં ચારે ખૂણે તેણે ચક્કર લગાવ્યું તે બગીચે નિર્જન હતો.
હવે તે તે ઉન્માદની અવસ્થામાં જ આવી ગયો. તેણે સીધા જઈ ઘરનું બારણું ઠોકવા માંડયું. કોઈએ જવાબ ન આપ્યું. તેણે કૉસેટનું નામ દઈને બૂમો પાડવા માંડી. કશે જવાબ ન આવ્યો. હવે તેને ખાતરી થઈ ગઈ કે ઘર ખાલી કરવામાં આવ્યું છે અને સૌ ચાલ્યાં ગયાં છે. પોતાની પેલી પરિચિત બેઠક આગળ આવી તે હવે ઊભો રહ્યો. બધા વિચારોને અંતે એક જ નિર્ણય ઉપર તે આવ્યો કે, કૉસેટ ચાલી જ ગઈ છે એટલે હવે પોતે લીધેલા સોગંદ પ્રમાણે તેને માટે મરવાનું જ બાકી રહે છે.
અચાનક તેને શેરીમાંથી કોઈ બોલાવતું હોય તેવો અવાજ સંભળાયો – “મોર મેરિયસ !” તે ઊભો થયો અને બોલ્યો, “કોણ છે?” “મેંશ્યોર મેરિયસ તમે છો કે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org