________________
લે મિરાન્ક “સાબિતી આપ, સાબિતી આપ!” મેરિયસ હવે લગભગ ઉશ્કેરાઈ ગયો હતો.
થેનારડિયર મેરિયસના આ અચાનક ઉશ્કેરાટનું કારણ કલ્પી શક્યો નહિ. પણ ગમે તેમ તેય એ ઉછાંછળો અક્કડ જુવાનિયો આટલો ઢીલો થયો, એ વાત તેને ગમ્યા વિના ન રહી.
“જુએ બેરન સાહેબ, આપના હિતમાં આ જીન વાલજીનની બધી માહિતી ભેગી કરવા મેં હાડકૂટ પ્રયત્ન કર્યો છે. મેં જે વાત કહી, તેના પુરાવા મોનાં શબ્દોથી આપવા કરતાં હું છાપેલા શબ્દોથી જ આપીશ; કારણ મેના શબ્દો ઉપર આજકાલ વિશ્વાસ મુકાતો નથી!” આમ કહી તેણે પોતાના ખીસામાંથી બે જૂનાં છાપાંની ચોળાયેલી ચૂંથાયેલી કાપલીઓ કાઢી. એક કાપલી તો આપણે જેને ઉતારો પાન ૯૯ ઉપર આગળ ટાંક્યો છે તેની જ હતી, જેના ઉપરથી મોં. મેડલીન એ જ જીન વાલજીન છે એ વાત પુરવાર થતી હતી. બીજી કાપલી ૧૮૩રના ૧૫મી જૂનના “મૉનિટર” છાપાની હતી. તેમાં જાવર્ટે પોલીસ અધિકારીને મોઢામોઢ જે હકીકત કહેલી તેને અહેવાલ હતું કે, રૂ દ લા ચેનરીના મરચામાં પોતે પકડાઈ ગયો હતો, અને તેને પિસ્તોલથી ઉડાવી દેવાનો હુકમ થયો હતો. પરંતુ એક બળવાખોરે તેનું માથું ઉડાવી દેવાને બદલે હવામાં જ ગોળીબાર કરી, ઉદારતાથી તેને છોડી મૂક્યો હતે.
બને છાપાંના અહેવાલો એવા સ્પષ્ટ હતા કે, મેરિયસથી તે અહેવાલો ઉપર શંકા લવાય તેમ રહ્યું જ ન હતું. અર્થાત્ પેલા લૅફાઈટ બેંકના બુઢા કૅશિયરે કહેલી વાત ખોટી હતી અને તે પોતે પણ જીન વાલજીન બાબત તદ્દન ભ્રમણામાં જ હતું. તેની નજરમાં જીન વાલજીને અચાનક એક મહા પુરુષ બની ગયો. તે આનંદની ચીસ પાડીને બોલી ઊઠયો –
અર્થાત આ દુ:ખી માણસ તે અભુત માણસ – મહાપુરુષ છે! એ બધી મિલકત તેની પોતાની કમાયેલી હતી ! તે જ મોં. મેડલીન નામનો એક વખતને જાણીતે કારખાનદાર મેયર – દાનેશરી - ગરીબગુરબાને તારણહાર હતે. જાવર્ટને જીવતે છોડી મૂકનાર પણ તે હો! તે જ સાચો વીરપુરુષ હતે ! અરે એ તે સાચે સંત જ કહેવાય!”
એ કઈ સંત પણ નથી કે વીરપુરુષ પણ નથી; તે હત્યારો અને લૂંટાર જ છે!” થેનારડિયર જવાબમાં ગર્યો.
“હજી પણ તું એમ કહે છે? ધિક્કાર છે તને!” “અરે સાહેબ સાંસતા તે થાઓ; મારી ગુપ્ત વાત હવે જ શરૂ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org