________________
શાહને ખડિયે જ્યારે ધોળવાનું કામ કરે છે ? છે. તેણે ભલે મેડલીનને ન લૂટયો હોય, છતાં તે ડાકુ છે જ. તેણે ભલે જાવટેને ન માર્યો હોય, છતાં તે ખૂની છે જ.”
“ચાળીસ વર્ષ પહેલાંની એક નાની ચોરી કે જેનું તો તેણે અનેકગણું પ્રાયશ્ચિત્ત કરી દીધું છે તથા સમાજને અનેક ગણો બદલો ભરપાઈ કર્યો છે, તે વાતને હજુ નું આગળ કરવા માગે છે?”
ના સાહેબ, હવે જે વાત હું કહું છું તે તે છાપામાં પ્રસિદ્ધ ને થયેલી વાત છે, અને તેને સાક્ષી હું એકલો જ છું. અને એટલે જ એવા ખૂની-ડાકને પોતાના ઘરમાં અજાણતાં આપ ઘૂસવા ન દે, એ કહેવા હું આપની પાસે આવ્યો છું"
“ઘરમાં ઘૂસવાની વાત તો ખાટી છે, પણ તું તારી વાત આગળ ચલાવ.”
“સાહેબ, એ વાત હું વેચવા જ માગું છું, પણ એની કિંમત કરાવવાનું આપના ઉદાર હાથે ઉપ૨ જ છોડી દઉં છું. એ વાત સોનાની કિંમતની છે. આપ પૂછશો કે, તો પછી હું જીન વાલજીન પાસે જ કેમ જતો નથી? પરંતુ તેનું કારણ એ છે કે, હું જાણું છું કે તેણે પોતાની બધી મિલકત આપને - અરે શ્રીમતી બૅરનેસ બાનુને સોંપી દીધી છે. એ યુક્તિ તેણે આબાદ અજમાવી કહેવાય. ખૂન અને ડાકાતીથી મેળવેલી મિલકત વડે તેણે એકદમ આપને ઓકે સમાજમાં પ્રતિષ્ઠા અને સ્થાન મેળવી લીધાં કહેવાય. પણ એ જુદી વાત; એની પાસે પાઈ પણ રહી ન હોવાથી હું તેની પાસે ગયો નથી. પણ મારે તો લા જયા જવા માટે પૈસાની જરૂર હોવાથી, હું આપની પાસે આવ્યો છું. કારણ કે એની બધી મિલકત હવે આપની પાસે આવી છે. પણ સાહેબ, હું જરા થાકી ગયો છું; આપની રજા હોય તે કથાક બેસીને હું વાત આગળ ચલાવું.”
મેરિયસે તેને એક ખુરશી ઉપર બેસવા ઈશારો કર્યો, અને પોતે પણ એક ખુરશી ઉપર બેઠે.
નારડિયરે હવે આગળ ચલાવ્યું–
બેરન સાહેબ, ૧૮૩૨ના જૂનની છઠ્ઠી તારીખે–અર્થાત્ એક વરસ અગાઉ દંગલને દિવસે, એક માણસ, પેરિસની મોટી ભૂગર્ભ-સુરંગ જ્યાં સીન નદીમાં ઠલવાય છે ત્યાં – સુરંગની અંદર – કોઈ ખાસ પ્રયોજનથી સંતાઈ રહેલ હતે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org