________________
૪૭૦
લે મિરાલ્ડ આટલા શબ્દો સાંભળતાં જ મેરિયસે પોતાની ખુરશી એકદમ તેની નજીક ખસેડી દીધી, તથા હાંફતા મેએ અને ફાટેલી આંખે તે થનારડિયર તરફ ઇંતેજારીથી જોઈ રહ્યો. મેરિયસને આ ઉશ્કેરાટ થનારડિયરના લક્ષ બહાર ન રહ્યો, તેણે આગળ ચલાવ્યું –
સાંજના આઠેક વાગ્યાના સુમાર હશે ને પેલા માણસે એ ભૂગર્ભ-સુરંગમાં દૂરથી આવતાં પગલાં સાંભળ્યાં. એ પગલાને અવાજ સાંભળીને આ સંતાયેલો માણસ ચંકી ઊઠ્યો. કારણ કે એ પોતે તે સુરંગનો દરવાજો પોતાની પાસેની ગુપ્ત ચાવીથી ઉઘાડીને જ અંદર આવ્યો હતો. પણ પેલી બાજુ તે પૅરિસના સુરંગ-તપાસનીશોનું મહા ભયસ્થાન એવું મોટું કળણ આવેલું હતું. એવું લાંબુ કળણ પૅરિસની સુરંગમાં ક્યાંય નથી, અને એનો કશો ઇલાજ કઈ કલ્પી શકતું નથી. તે પછી પેલે પગલાંને અવાજ તે તરફથી શી રીતે આવતો હતો? પેલું કળણ ઓળંગીને જ એ માણસ આ તરફ આવ્યું હોવો જોઈએ! દરવાજાને પ્રકાશ પેલા આવનાર ઉપર પડયો કે તરત પેલા સંતાયેલા માણસે તેને ઓળખ્યો. તે એક ભયંકર ગુનેગાર હતો અને તેના ખભા ઉપર એક મડદું હતું. એવો ભયંકર ગુનેગાર કોઈ માણસ મારી નાખે તે કશા કારણ વિના તે મારી નાખે જ નહિ. અર્થાત્ તેને લૂંટી લેવા જ એણે મારી નાખ્યો હશે. પણ પછી એ મડદુ પેલા કળણમાં જ નાખી દેવાને બદલે, એટલો ભાર ઊંચકી, કળણમાં મડદા સાથે જ જીવતા દટાઈ જવાનાં હજાર હજાર જોખમ ખેડી, તે નદી તરફ શા માટે આવતા હતા? કારણ, સુરંગમાં ફરનાર સુધરાઈ કામદારોના હાથમાં કળણ આગળથી એ મડદું બીજે જ દિવસે હાથમાં આવે; અને ખૂન કરેલું મડદું હાથમાં આવે એટલે પોલીસો તરત એ ખૂન કરનારનું પગેરું શોધવા લાગી જાય. એટલે નદીમાં એ મડદુ પધરાવી દેવું એ જ સહીસલામત કહેવાય. પણ છતાં મારે એટલું કબૂલ કરવું જોઈએ કે, આટલું વજન લઈને એ કળણ પાર કરવાની હિંમત એ બદમાશ જ દાખવી શકે. પિતાનો ગુનો કેટલો ભારે છે એ જાણતા હોય તે જ માણસ એવો પરિશ્રમ ઉઠાવે તથા એટલે જોખમ ખેડે. નહિ સાહેબ, ઘડીભર તો મને જ એ માણસના ચેલા થઈ જવાનું મન થઈ ગયું હતું !”
પરંતુ હવે પેલાના વાક્ય વાક્ય મેરિયસ પોતાની ખુરશી તેની નજીક લાવતે જતે હતે.
બેરન સાહેબ, ભૂગર્ભ-સુરંગ એ કંઈ આપના મહેલનું દીવાનખાનું નથી. એટલે એ સાંકડી જગામાં પેલો સંતાયેલ માણસ અને મડદું લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org