________________
“તેને પૂરે કરે”
૨૫૭ કારીગરી કરી બતાવે છે, જે નાજુકમાં નાજુક અને મેંઘામાં મોંઘાં સાધનોથી એક ઝવેરી પણ ન કરી શકે. ઢબુ જેવા સૂ-ના સિક્કાને છરી જેવા કોઈ સીધા સાદા સાધનથી ફાડીને બે દાળ કરવામાં આવે છે. બંને ફોને અંદરની બાજુથી ઘસીને કરાય તેટલી પિલી કરવામાં આવે છે. પછી કિનારી તરફ પેચ જેવો એક આંટો પાડીને બને ફાડ પાછી બરાબર વળગાડી દેવાય એવું કરી દેવામાં આવે છે. એના પોલાણમાં ઘડિયાળની પ્રિઝ જેવો કાનસને કટકો સંતાડી રાખી શકાય છે, જેને બરાબર વાપરવામાં આવે, તે સાંકળની કડીઓ કે બારીના સળિયા વહેરી નાખી શકે. પેલે કમનસીબ કેદી તો જાણે એક ઢબુ જેવા સૂ-જ માલિક મનાતો હોય છે, પરંતુ ખરી રીતે તે તે પોતાની મુક્તિને માલિક બને હોય છે.
આ જાતના એક મોટા સૂનાં બે ફાડિયાં જોર્જેટના ઓરડામાં પથારી આગળથી પોલીસના હાથમાં આવ્યાં હતાં; તથા એક ભૂરા પોલાદની નાની કરવતી પણ દોરડાના ટુકડામાં વળગેલી મળી આવી હતી. એમ બનવા સંભવ છે કે, ડાકુઓએ જ્યારે કેદીને બાંધવા માંડ્યો, ત્યારે તેણે આ સૂને પિતાની આંગળીમાં છુપાવી રાખ્યો હશે, અને સહી કરવા છૂટા કરવામાં આવેલા જમણા હાથે પછી તેણે સૂનો પેચ ફેરવીને અંદરની કરવતી વડે દોરડાના આટા કાપ્યા હશે.
શરૂઆતને ધક્કો ડાકુઓ સંભાળી રહે તેટલામાં કેદીએ પોતાનો અવાજ ઊંચો કરીને કહ્યું: “ભલાદમીઓ ! મારી જિંદગી એવી કીમતી નથી કે તેને માટે આવી ભારે તૈયારી કરવાની મહેનત લેવી યોગ્ય કહેવાય. પરંતુ તમે જે માની લીધું છે કે, મારે જે ન બોલવું હોય તે તમે મારી પાસે બોલાવી શકો, કે મારે જે ન લખવું છે તે તમે લખાવી શકો, તે તેને જવાબ જુઓ આ રહ્યો – ”
એમ કહેતાંની સાથે તેણે પિતાના ડાબા હાથની બાંય ઊંચી ચડાવીને ત્યાં પેલી જમણા હાથે પકડેલી લાલચોળ ફરસી ભારપૂર્વક ચાંપી દીધી.
બધાએ –મેરિયસે સુધ્ધાં, બળતા માંસને ચચરાટ સાંભળ્યો : આ રડો તેની ગંધથી ભરાઈ ગયો. ડાકુઓ પણ પગથી માથા લગી ધ્રૂજી ઊઠયા; પરંતુ માંસમાં એ ગરમ લોઢું ઊંડું ઊતરવા લાગ્યું હોવા છતાં એ અદ્ભુત ડેસાના મોં ઉપર થોડો પણ વેદનાને શેર પડયો નહિ. ઊલટું, શારીરિક પાતનાને છેક જ અવગણતા એના તેજસ્વી આત્માની વિરલ જતિ તેના કપાળ ઉપર ઝળહળી રહી.
લે ૦િ - ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org