________________
૨૫૮
લે મિરાન્ડ “હરામીએ, મને તમારે જેટલે ડર છે, તેથી વધુ મારા વતીને ડર રાખવાની તમારે જરાય જરૂર નથી.”
આટલું કહી તેણે પિતાના ઘામાંથી પેલી ફર્સ ખેંચી કાઢી અને તેને ઉઘાડી બારીમાંથી બહાર ફેંકી. એ ભયંકર ઓજાર રાત્રીના અંધારામાં તેજના ગેળ કૂંડાળાં તાણનું દૂર જઈને પડયું અને બરફમાં બુઝાઈ ગયું.
કેદીએ પછી પિતાનું કથન પૂરું કરતાં જણાવ્યું: “હવે તમે તમારી ઇચ્છામાં આવે તેમ કરી શકો છો.” તે હવે નિ:શસ્ત્ર બન્યો હતે. “એને પકડી લો, થેનારડિયર ગજે.
બે ડાકુઓએ તેને ધીમેથી પકડ્યો અને તે સહેજ હાલવા જાય તે તેના લમણા તોડી નાખવા માટે ત્રીજો ડાકુ પોતાની લેખાંડી કોશ તેની સામે તાકીને ઊભો રહ્યો.
મેરિયસે તે જ ઘડીએ બાકોરાની નીચે ધણી-ધણિયાણીને ધીમેથી વાત કરતાં સાંભળ્યાં:
હવે એક જ રસ્તો બાકી રહે છે – તેને પૂરો કરો!” “હા એ જ.”
થેનારડિયર ટેબલના ખાના તરફ ગયો અને તેમાંથી તેણે પિતાને છો કાઢયો.
મેરિયસ પિતાની પિસ્તોલન ઘેડો દબાવવા તત્પર થઈ ગયો; પરંતુ તેના અંતરમાં બે વિરોધી અવાજેની કારમી ગડમથલ મચી રહી એક અવાજ તેને પોતાના પિતાનું ઋણ અદા કરવાનું કહેતા હતા, અને બીજો અવાજ આ નિર્દોષ કેદીને બચાવવાનું કહેતો હતો. આ બે અવાજોની ખેંચતાણમાં મેરિયસ કારમી યાતને વેઠી રહ્યો. પરંતુ હવે તે આખરી ક્ષણ આવી લાગી હતી. દરમ્યાન, કેદીની સામે છરો ઉગામીને ધસી ગયેલ થેનારરિ કંઈક વિચાર આવતાં ક્ષણભર થંભ્યો.
અચાનક મેરિયસની આંખ ચંદ્રના અજવાળામાં પિતાના ટેબલ ઉપર ઝબકતા કાગળના ટુકડા ઉપર પડી. એ ટુકડો જાણે પોતાના ઝબકારાથી મેરિયસની નજર પોતા તરફ ખેંચવા પ્રયત્ન કરી રહ્યો હતો. તેના ઉપર આજે સવારના જ થેનારડિયરની મોટી દીકરીએ મેટા અક્ષરે લખેલી નીચેની લીટી ઊભા ઊભા વાંચી શકાતી હતી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org