________________
૨૫:
તેને પૂરે કરે” જ પોલીસદાદા આવી પહોંચ્યા.”
મેરિયસના મનમાં વીજળીની પેઠે એક વિચાર પસાર થઈ ગયો. તે લેરત નીચે નમ્યો અને ટેબલ ઉપરથી લાંબે હાથે તે કાગળ ઉપાડી લઈ, ભીંત ઉપરથી એક પોપડે ઉખા, તેના ઉપર તે કાગળ વીંટી, તેણે બાકામાંથી ઓરડા વચ્ચે ફેંકયો.
બરાબર અણીને વખત આવી ગયો હતે. થેનારડિયર પોતાના મનને સ્થિર કરી છરા સાથે કેદી તરફ ડગલું ભરવા જ જતો હતે.
કશુંક પડયું !” થેનારડિયર-બાનુએ બૂમ પાડી. “શું છે?” બાઈએ તરત ફૂદીને પેલા કાગળનો ડૂચો ઉકેલીને પતિના હાથમાં
મૂકયો.
“પણ તે અંદર આવ્યો શી રીતે ?” “વાહ! બારીમાંથી વળી; બીજે કયાંથી આવે ?” “હા, હા. મેં મારી નજરે જોયુને.” બિરોને ટાપશી પૂરી. થેનારયિારે ઉતાવળે કાગળ સરખે કરીને વાંચ્યો.
“અરે! આ તે મારી મોટી દીકરીના અક્ષર છે!” તે એકદમ ગભરાઈ જઈને બેલ્યો; તથા ત્રાડી ઊઠયો:
જલદી કરો! નિસરણીને તરત ભેરવી દે. પોલીસ આવી પહોંચ્યા છે. રસ્તાને નાકે ઊભેલી મારી દીકરીએ આ કાગળ ફેંકયો છે. જીવ લઈને ના .”
“આખું ડોકું કાપી નાખ્યા વિના જ?” થેબારડિયર-બાનુ ઘૂરકી.
રાંડ, તારા બાપનું ડોકું કાપજે! બચવું હોય તે સીધી નાસવા માંડ! આ બારીમાંથી કાગળ નાખ્યો એટલે એ તરફ પિલીસે નહિ હોય.”
પછી તે એ ગુંડાઓ એકબીજાને ધકેલતા ટોળે વળી બારીને ઘેરી વળ્યા.
થેનારડિયરે બૂમ પાડીને કહ્યું, “બધા કંઈ સાથે તે ઊતરી શકવાના નથી. દોરડું એકસાથે એક જણને જ ભાર ખમશે, એને વિચાર કરો. નહિ તે બધા સાથે જ મરશો.”
એટલું કહી તે પહેલા ઊતરવા ગયો. પણ બિગેને તેનું ગળચું પક તેને પાછો ખેંઓ.
પહેલાં અમે, પછી તમે ” થેનારડિયર તડૂક્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org