________________
લે ચિરાવું જા, જા; પહેલા અમે !” ડાકુઓ ગર્યા.
મુરખા, આ રકઝકમાં જ પોલીસ આવી પહોંચશે. જેટલા નામ તેટલા જ બચ્યા.”
ત્યારે ચિઠ્ઠી નાખે, કોણ પહેલે જાય !”
થેનારડિયરે નવાઈ પામીને કહ્યું, “ગધેડાઓ! તમારું તે ચસક્યું છે કે શું? ચિઠ્ઠી નાખે? અત્યારે કાગળના ટુકડા કાપે, કલમ શાહીંમાં બળે, અને નામ લખે! પછી ખાસા એક ટોપામાં નાખી ચિઠ્ઠીઓને ઉપાડે, એટલામાં તો . . .”
મારો કે તમારા કામમાં આવશે વારુ?” બારણામાંથી એક અવાજ આવ્યો. બધાએ પાછળ ફરીને જોયું, તે જાવર્ટ બારણામાં ઊભો હતે. તેના હાથમાં તેને ટોપ હતો અને તેણે હસતાં હસતાં તેને આગળ ધર્યો હતો.
જાવટે સમી સાંજથી જ પિતાની ભૂહરચના ગોઠવી દીધી હતી; અને જે જે ગુંડાઓ મકાનમાં જતા દેખાયા, તેમાંના ઘણાને તેણે ઓળખી કાયા હતા. તપાસ રાખવા બેઠવેલી બે છોકરીઓમાંથી નાની એઝેલ્માને ગિરફતાર કરીને તેણે પોતાના કામની શરૂઆત પણ કરી દીધી હતી. મોટી. ઓપેનીન હાથમાં ન આવી; તે કયાંક અલોપ થઈ ગઈ હતી. પછી ઘોડાગાડી ગઈ અને આવી, છતાં મેરિયસની નિશાનીને અવાજ સંભળાયો નહિ, એટલે તેણે તેની રાહ જોયા વિના જ અંદર પ્રવેશ કર્યો.
ગભરાયેલા ગુંડાઓ એકદમ તે જે હથિયાર હાથમાં આવ્યું તે લઈને સામા થઈ ગયા. પરંતુ જાવર્ટ અદબ વાળેલે હાથે જ સીધો તેની સામે જઈને ઊભો રહ્યો. પેલાએ ટપોટપ હથિયાર નીચે નાખી દીધાં.
પણ થનારડિયર-બાનુ પથ્થરની એક મોટી છાટ લઈને એક ખૂણામાં દૂરકતી ઊભી રહી; અને વગર સામને પકડાઈ ગયેલાઓની કાયરતા ઉપર લ્યાનત વરસાવવા લાગી. થેનારડિયર તેની પાછળ ભરાઈ ગયો હતે.
જવર્ટ સીધે તે ખૂણા તરફ વળે. થેનારડિયર-બાનુ તડૂકી ઊઠી : આઘો રહેજે, નહિ તો આજ તારી ઘરવાળીને માથું પીંખવાવારે આવશે !”
વાહ રે, છે રોફ?” જાવટે બોલ્યો. “પણ, મરઘી, તને પુરુષ જેવી દાઢી છે, તો મને બાયડી જેવા નહોર છે, એ યાદ રાખજે !” આમ કહીને તે આગળ વધ્યો.
બાનુએ જોરથી તેના માથા ઉપર તાકીને પેલી છાટ ફેંકી. વર્ટ શાંતિથી જરા નમી ગયો, અને પેલો પથરો હવાને ચીરતે સામી ભીંત ઉપર રથી અફળાયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org