________________
૧૭૬
લે મિરાન્ક બીજી પુત્રી થઈ, પણ તે ત્રીસેક વર્ષની થઈને મરી ગઈ. પ્રેમ કહે કે નસીબ કહો, કે ગમે તે કારણે તે લોકતંત્ર હેઠળનાં અને નેપોલિયનનાં લશ્કરમાં ઉમદા કામગીરી બજાવનારા એક વીર સૈનિકને પરણી હતી, – એસ્ટરલીઝના રણમેદાન ઉપર જેણે ચાંદ મેળવ્યું હતું અને વૉટલુંના મેદાન ઉપર જેને કર્નલને હોદ્દો મળ્યો હતો. માં. જીલેનેમન્ડ કહેતા, “એ માણસ મારા કુટુંબનું મહાકલંક છે.”
મ. જીલેનેર્મન્ડની બંને દીકરીએ દશ વર્ષને આંતરે જન્મી હતી, અને બંનેના ચહેરામાં તથા સ્વભાવમાં જરાય મળતાપણું ન હતું. નાની દીકરી આનંદી સ્વભાવની તથા તેજસ્વી વસ્તુઓ પ્રત્યે સાહજિક આકર્ષણવાળી હતી. તેને ફૂલ, કાવ્ય અને સંગીત ગમતાં; તથા નાનપણથી તેને કોઈ વીર પુરુષને પરણવાના કોડ હતા. મોદીને પણ કોડ હતા, – પણ તે રાજ્યના ઠેકેદારને, કઈ દરબારીને, કોઈ લખપતિને મેળવવાના.
કોઈ પણ મહત્ત્વાકાંક્ષા સંપૂર્ણપણે પૂરી નથી થતી; ખાસ કરીને આપણી આ મર્યોની દુનિયામાં. નાની દીકરી પોતાના સ્વપ્નના પતિને પરણવા પામી, ત્યારે તે વહેલી મરી ગઈ; અને મોટી જીવતી હતી પણ કુંવારી જ અવસ્થામાં.
તે તેના બાપનું ઘર સંભાળતી. ઘરડો ડોસો અને કુંવારી સીવાળા આવાં ઘરો છેક વિરલ નથી; અને બે નબળાઈઓ એકબીજીને આધારે ટકી રહ્યાનું વિચિત્ર દૃશ્ય આપણને પૂરું પાડે છે.
ઘરમાં આ બે ડોસા-ડોસી ઉપરાંત ત્રીજો એક છોકરો પણ હતે. મોં. લેનેર્મન્ડ એ છોકરા સાથે પણ કઠોર અવાજે અને મોટે ભાગે ઉગામેલી સોટીએ જ વાત કરતા : “એય, ડામીજના બેટા, આમ આવ; હરામી, બદમાશ ! મને જવાબ આપ જોઉં ! તારું કાળું મોઢું બતાવ જોઉં !” ઇત્યાદિ ઇત્યાદિ. પણ અંદરખાનેથી તે એ છોકરાને ભાવથી ચાહતા. તે છોકરો એમને દહિત્ર મેરિયસ હતો : તેમની મૃત પુત્રીને પુત્ર.
મોં, જીલેનોર્મન્ડ અઠવાડિયામાં બે સાંજ એક રાજદરબારીની વિધવા બાઈને ઘેર ભરાતા મેળાવડામાં ગાળતા. તેમની સાથે એ વખતે તેમની મોટી દીકરી તથા સાત વર્ષને આ દૌહિત્ર પણ જતા. તેને જોતાંવેંત ત્યાં એકઠી મળેલી બાનુઓ ગણગણી ઊઠતી, “કેવો સુંદર છોકરો છે, બાપડો !" બાપડા' કહેવાનું કારણ એ કે, તે મેં. લેર્મન્ડના કુટુંબના પેલા મહાકલંક’નો પુત્ર હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org