________________
૩૯
નવા ચહેરા : નવી પિછાન–૨ મ. જર્મ ૧૮૩૧માં નેવું વર્ષ પુરા કરીને બત્રીસે દાંત ધરાવનાર અઢારમી સદીના પૂરા સદ્દગૃહસ્થ હતા. હજુ તે સ્ટારે ચાલતા, બૂમ પાડીને બોલતા, આંખે ચોખ્ખું જેતા, ખૂબ સખત ઢીંચતા, ખાસું ઊંઘતા અને નસકોરાં બોલાવતા. એંસી વર્ષ પસાર કરવા છતાં આખી જિંદગી મારતા જ રહ્યા હોય એવી બીમાર જાતના તે ન હતા. આ ખુશમિલજી ડોસા હંમેશાં સારી તબિયત ધરાવતા હતા. સ્વભાવે તે ઈચ્છી હતા, પણ હવે બત્રીસે દાંત બતાવીને હસતાં હસતાં તે કહી સંભળાવતા કે દશ વર્ષ થી તેમણે એ બધું છોડી દીધું છે. - ઘરડા થયા તે માટે નહિ, પણ હવે પહેલાં જેટલા પૈસા નથી રહ્યા એટલે.
તેમની મોટામાં મોટી વિશિષ્ટતા હતી – ઉપરચેટિયાપણું: ઉતાવળે અભિપ્રાય બાંધી દેવા અને તેટલા જ જલદી ગુસ્સે થઈ જવું, ગમે તે પ્રસંગે તે સળગીને આગ થઈ જાય, અને ખાસ કરીને જયારે ગુસ્સે ન થવું ઘટે ત્યારે કોઈ તેમના કહેવામાં વાંધાવચકે નાખે, તે તે તરત પોતાની સેટી ઉગામતા. પિતાના નેકરોને તે બાંધતા અને બરાબર ફટકારતા. એ વસ્તુને તે જૂની રૂડી રાજવંશી રીત માનતા; અને પિતે વાળના ટેચડા સુધી પૂરા રાજભક્ત હતા. તેમને પચાસ વર્ષની કુંવારી દીકરી હતી. ગુસ્સે થાય ત્યારે તેને પણ તે બરાબર મારતા; અને ઘડીની પેઠે તેને ચાબુકથી ફટકારતાં પણ તે પાછી પાની ન કરે.
માં. જીલેનર્મન્ડ જેટલા રાજભક્ત હતા. તેટલા જ રાજાની સામે થનારા લોકશાહી કાંતિવાળાને અને નેપોલિયન તથા તેની ફેજના માણસને ધિક્કારતા હતા. રાજવંશી દુર્ગુણોને પણ તે ચાહતા; તથા બીજો કોઈ તેમની સાથે બદમાશી કરી જાય, તે પણ જે રાજવંશી રીતે કરવામાં આવી હોય, તો તેમને કશે વાંધો લાગતે નહે. એક વાર વારસાની બાબતમાં એક વેપારી તેમને ઠગી ગયો, ત્યારે તે એટલું જ બોલ્યા : “ખરેખર, મને આ જમાનાની સૂગ ચડે છે; આ જમાનાના બદમાશો પણ હલકી જતના છે!”
તે બે વખત પરણ્યા હતા. પહેલી વારની પત્નીથી જે પુત્રી થઈ, તે ઉપર જણાવ્યું તેમ કુંવારી જ રહી હતી; બીજી વારની પત્નીથી તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org