________________
વીશીમાં મૂકીને એક ટેબલ આગળ બેસી ગયું હતું. કેસેટે જલદી જલદી એક શીશે તથા પ્યાલો તેની સામે મૂકી દીધો. દરમ્યાન પેલો ઘડાવાળે જાતે જ ડોલ ઊંચકીને ઘોડાને પાવા લઈ ગયો; અને કૉસેટ પાછી રડાના ટેબલ હેઠળ પોતાના ગૂંથવાના કામે લાગી ગઈ. પેલા આગંતુકે હાલ માત્ર પોતાના હોઠને અડકાડયો એટલું જ બાકી તે તો કોર્ટ તરફ જ મીટ માંડીને જોઈ રહ્યો હતે. કોસેટની આખી આકૃતિ ભયગ્રસ્ત હતી, અને એ છો. ખેરાક તથા વધુ માર એ જાતના પિષણથી જેટલા હાડકાં ચામડીની બહાર નીકળી આવે, તેટલાં બધાં તેના ગમગીન દેખાવમાં કેવળ બિહામણાપણાનો જ ઉમેરો કરતાં હતાં. શેઠાણીને ભય તેને એટલો ભારે હતો કે, બહારથી લગભગ પલળીને આવી હોવા છતાં, અરિન પાસે હૂંફાવાને પ્રયત્ન કર્યા વિના જ તે સીધી ગુંથવાને કામે બેસી ગઈ હતી.
અચાનક તેની શેઠાણીએ ત્રાડ નાખી “અને પેલો પાક લાવ જોઉં.”
શેઠાણીને અવાજ સાંભળતાં જ કોસેટ રોજની ટેવ મુજબ ટેબલ નીચેથી બહાર નીકળી આવી. પાંઉની વાત તે છેક જ ભૂલી ગઈ હતી. એટલે બનેલાં છોકરાંના એકમાત્ર ઉપાયને આશરો તેણે લીધે; તે જૂઠું બોલી :
“બાન, ભઠિયારખાનું બંધ થઈ ગયું હતું.” “તારે બારણું ઠોકવું હતુંને?”
મેં બારણું ઠોક્યું હતું, પણ કોઈએ જવાબ ન આપ્યો.”
“ઠીક કાલે સવારે એ તે જણાશે. તારી વાત જુઠી નીકળી છે, તે પછી જોજે કાલે તું કેવી નાચે છે તે. પણ મારો પંદર સૂને સિક્કો પાછો આપી દે જોઉં.”
કૉસેટ પોતાના ખીસામાં હાથ નાખતાંવેંત છેક જ ધોળી પૂણી જેવી થઈ ગઈ. અંદર કશું ન હતું.
કેમ અલી, સાંભળ્યું કે નહિ?” કસેિટે પિતાનું ખીરું ઉલટાવી જોયું પણ તેમાં કશું ન હતું. તે ભયની મારી સીઝી ગઈ. બાનુએ ખીંટી ઉપર ભરવેલા ચાબખા તરફ હાથ કર્યો. કોસેટ ચીસ પાડી ઊઠી.
પેલ ન આગંતુક આ દરમ્યાન પોતાના અંદરના ખીસામાં કશું શોધતા હતા. કોસેટ બિચારી ધુમાડિયાના ખૂણામાં પિતાની જાતને જેટલી નાની બનાવી શકાય તેટલી બનાવતી ભરાવા લાગી હતી, જેથી તેના અર્ધનગ્ન અવયવો મારથી જેટલા બચી શકે તેટલા બચે. તેની શેઠાણીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org