________________
લે મિરાન્ડ હવે જોરથી પિતાને હાથ વીંઝયો.
“માફ કરજે બાનુ,” પેલો માણસ બોલ્યો, “પરંતુ મેં હમણાં જ એ નાની છોકરીના ખિસ્સામાંથી કશું નીકળીને ગબડી જતું જોયું. કદાચ એ સિક્કો જ હશે.”
એટલું બોલતાં બોલતાં તો તે નીચે વળ્યો અને કશું ખેળવા લાગે.
ખરે જ, આ રહ્યો એ સિક્કો,” એમ કહી તે ઝટ ઊભો થયો અને એક સિક્કો બાનુ પાસે તેણે ધરી દીધો.
હા એ જ છે,” બાએ કહ્યું. . . પણ એ ખરો સિક્કો ન હત; કારણ કે આ તો વીસ સૂનને સિક્કો હતો. પરંતુ બાનુને એ ધંધામાં ન જ થતું હતું, એટલે તેણે તેને ઝટ ખીસામાં મૂકી દીધો, અને કોસેટ તરફ માત્ર કડક નજર કરીને કહ્યું, “હવે ફરી આમ નાખી દીધો છે, તે વાત છે.”
કૉસેટ તેના ઘલકામાં પાછી ભરાઈ ગઈ. તેની મોટી મોટી અને આ અજાણયા મુસાફર ઉપર સ્થિર થઈ ગઈ.
એ જ ક્ષણે પાસેના એરડાનું બારણું ઊઘડયું અને બાનની બે હષ્ટપુષ્ટ સુંદર છોકરીએ આ ઓરડામાં દાખલ થઈ. તેમનાં કપડાં, ટાપટીપ, અને તેમના અવાજમાં એક પ્રકારનું સાહ્યબીપણું દેખાઈ આવતું હતું. તેઓ અંગારા પાસે બેઠી અને હજાર જાતનો આનંદી કિલકિલાટ કરતી એક ઢીંગલી સાથે રમવા લાગી. વચ્ચે વચ્ચે કૉસેટ ગૂંથવામાંથી આંખ ઊંચી કરી તેમની રમત જતી હતી. તેમની ઢીંગલી જૂની તથા ખાંડત હતી, છતાં કૉસેટને મન એ ઓછી નવાઈભરી ચીજ ન હતી. કારણ, તેને સાચી ઢીંગલી સાથે કદી રમવાનું મળ્યું જ ન હતું. અચાનક બાનુની નજર તેના ઉપર પડી; તેણે જોયું કે કોસેટ કામ કરવાને બદલે પેલી છોકરીઓ તરફ જોતી હતી.
હું, હવે તું પકડાઈ ખરી. તું આ રીતે કામ કરે છે, ખરું ને? ઊભી રહે, હું તને ચાબખાથી જરા કામ કરતાં શિખવાડું.” '
પેલે આગંતુક પિતાની ખુરશીમાં બેઠો બેઠો જ બાજુ તરફ ફરીને બોલ્યો – “હશે, હશે, બાન, તેને રમવા દે.”
આવી ઇચ્છા કઈ સારું વાળુ મંગાવનાર કે બે-ત્રણ શીશા ખાલી કરનાર મુસાફર તરફથી આવી છે, તે તો એક હુકમની પેઠે સ્વીકારાઈ હોત. પરંતુ આવા પાવાળે અને આવા કેટવાળો માણસ પિતાની ઇચ્છા પ્રગટ કરવાની ધૃષ્ટતા કેમ કરી શકે? બાનુએ તરત જવાબ આપ્યો:
“તે ખાય છે, એટલે તેણે કામ તો કરવું જ જોઈએને? હું કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org