________________
હુમલો શરૂ થાય છે
૩૭૫ “હવે ગદેલું આપણી પાસે નથી; હતાં તેટલાં પર ઘાયલ થયેલાઓને સુવાડવામાં આવ્યા છે.”
જીન લાલજીન અત્યાર સુધી વીશીના ખૂણા આગળ પડેલી એક છાટ ઉપર બેસી રહ્યો હતો. તેના બે પગ વચ્ચે તેની બંદૂક તેણે ઊભી મૂકેલી હતી. અત્યાર સુધી તેણે કશામાં ભાગ લીધો ન હતો. તેની આસપાસ બળવાખોરો ગુસપુસ કરતા હતા કે, “એક બંદૂક કશું જ કામ આપતી નથી!” તે પણ તેના કાનમાં પહોંચતી હોય તેમ લાગતું ન હતું.
એલરસે ગcલા માટે હુકમ આપ્યો તે વખતે તે એકદમ ઊભો થઈ ગયે. વાચકને યાદ હશે કે, બળવાખોરોએ આ શેરીમાં વીશી આગળ મોરચે ગઠવવાનું નક્કી કર્યું, ત્યારે સામેના છ માળના મકાનના ઉપલા માળિયામાં રહેતી ડોસીએ કાચની બારીઓ આગળ કપડાં સૂકવવાની લટકાવેલી વળગણી ઉપર એક ગઘેલું લટકાવી દીધું હતું.
કઈ મને એનાળી બંદૂક થોડી વાર માટે આપશે?” જીન વાલજીને પૂછયું.
એલરસે પોતાની બેનાથી હમણાં જ ફરીથી ભરી હતી; તેણે તરત સેના હાથમાં તે મૂકી દીધી.
જન વાલજીને ડેસીને માળિયા ઉપર બંદૂક તાકી અને ફેડી. એક બાજુનું દેરડું કપાઈ ગયું. બીજો ઘોડે પણ તરત જ દબાયો અને આખું ગદેલું શેરીમાં તૂટી પડ્યું.
મરચામાં તાળીઓને ગડગડાટ થઈ ગયો.
પણ એ ગલું મરચાની બહાર પડ્યું હતું. એ લેવા કેણ જાય? પલટણના સૈનિકો પોતાને તોપચી માર્યો જતાં ઉશ્કેરાઈ ગયા હતા, અને બધું. ફેરી ગોઠવાય ત્યાં સુધી ખાલી વચગાળો ભરી કાઢવા બંદૂકો મરચા સામે ફેડયા કરતા હતા. મરચાવાળા પોતાની કારતૂસ બચાવવા માટે તેની સામે કશો જવાબ વાળતા નહોતા.
જીન વાલજીન હવે ભીંત આગળના પોલાણમાંથી મોરચા બહાર નીકળે. ગોળીઓનો વરસાદ તેના ઉપર વરસી રહ્યો પણ તે સીધો ગલા પાસે દોડી ગયો અને તેને પીઠ ઉપર નાખી મોરચામાં પાછો આવી ગયો. પછી તેણે એ ગલું મોરચાના પોલાણ ઉપર બરાબર ગોઠવી દીધું.
થડી જ વારમાં તેપને ધડાકો થયો. પણ આ વખતે ગેળીઓની ઝડી ગદેલાથી ખળાઈ રહી. મોરચે સહીસલામત રહ્યો.
એન્જોલરસે બૂમ પાડીને જીન વાલજીનને કહ્યું, “નાગરિક, લોકતંત્ર તારો આભાર માને છે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org