________________
ગેત્રોચની વિદાય
પલટણને તપમારો અને ગોળીબાર ચાલુ રહ્યો. આવા મોરચા ઉપર હુમલો કરવાની રીત જ એ હોય છે કે, અંદર રહેલાઓને પજવ્યા કરવા અને તેમને દારૂગોળ ખલાસ કરાવે. પછી જ્યારે તેમને ગોળીબાર ધીમે પડે કે તરત હુમલો લઈ જવે. એલરસ તેમના આ છટકામાં ફસાયે નહિ મોરચામાંથી ગેળીબાર બંધ જ રહ્યો.
પલટણવાળા હવે વિચારમાં પડયા. તેમને પણ મનમાં લાગવા માંડયું કે, કોઈ છટકું સામેથી ગોઠવાય છે કે શું? એટલે મરચાની પાછળ શું ચાલી રહ્યું છે તેની ભાળ કાઢવાને તેમણે વિચાર કર્યો. મોરચાવાળાઓએ લેડી જ વારમાં એક ઘરના છાપરા ઉપરથી સૈનિકનો ટેપ ઊંચો થતો જોયો. એક ઊંચા ધુમાડિયા આગળ થોડી વારમાં જ એક સૈનિક ઊભો થયો અને ઉપરથી મરચામાં નજર કરવા લાગ્યો.
એજોલરસ બોલી ઊઠ્યો, “આ માણસ આપણી કિલ્લેબંદી જોઈ
જાય છે.”
જીન વાલજીને એક શબ્દ બોલ્યા વિના પિતાની બંદૂક ઊંચી કરી અને નિશાન તાક્યું. પેલાને ટોપ તડાક દઈને ઊડી ગયો. ઝટપટ સૈનિક નીચે ઊતરી પડયો.
થોડી વારમાં બીજો સૈનિક ત્યાં માથું ઊંચું કરવા લાગ્યો. એ કોઈ અફસર જેવો લાગતો હતો. જીન વાલજીને બંદૂક ફરી ભરી લીધી હતી. તેણે તરત નિશાન તાક્યું. પેલાને ટોપ પણ ઊડી ગયો. તે પણ ઝટપટ નીચે ઊતરી ગયો. પલટણવાળા સમજી ગયા કે કેવા નિશાનબાજો સાથે કામ લેવાનું છે. હવે કોઈએ છાપરા ઉપર આવવાની હિંમત ન કરી.
લેઈગલે જીન વાલજીન સામે જોઈને એટલું જ કહ્યું,
“ભલાદમી તે બે ગોળી તે બગાડી, તે બે ખેપારીઓ જ ઓછી કરવી હતી ને !”
કોમ્બીફેરે તેને જવાબ આપ્યો, “આ માણસ પિતાની બંદૂક વડે પરોપકારનાં જ કામ કરે છે, કતલનાં નહિ!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org