________________
ગેકોચની વિદાય
ર
પલટણના સૈનિકોની આવી ધીમી તથા બીતી કારવાઈ જોઈને નેશનલ
ગાર્ડ્ઝની એક ટુકડીના કપ્તાનને શૂર ચડી આવ્યું. હતા કે, એ લોકોને હવે ‘ એમની ભઠ્ઠીમાં એમને જ
પલટણવાળા એમ માનતા શેકાવા દેવા' એ સારો
*
રસ્તા છે. પરંતુ આ કપ્તાનને એમ લાગ્યું કે, હવે બળવાખોરો ઉપર સીધા હુમલા કરવાની ઘડી આવી ગઈ છે અને તે લાકો પાસે કશા દારૂગાળા રહ્યો નથી. એટલે તેણે તરત પેાતાના સૈનિકો લઈને મોરચા તરફ સીધી દેાટ મૂકી. પરંતુ એન્જલરસે હવે પેાતાની બધી બંદૂકો કામમાં લીધી : પેલા નેશનલ ગાર્ડો શેરીના બે તૃતીયાંશ ભાગ ઓળંગી રહે, તે પહેલાં તે તેમના ઉપર સામટો ગાળીબાર થયા. પંદર જણા ત્યાં ને ત્યાં જમીન ઉપર ગબડી પડયા. નેશનલ ગાર્ડોનું ટોળું એકદમ તા થંભી ગયું: તેટલામાં બળવાખોરોએ પોતાની બધી બંદુકો ભરી લીધી અને પેલા પાછા પેાતાને મથકે પહોંચી રહે તે પહેલાં તા બીજો ગાળીબાર કર્યો. દરમ્યાન પેલી તાપને થેાભવાનો હુકમ ન મળ્યા હાવાથી તેણે એકદમ ગ્રેપ-શૉટ છેડયો. પરિણામે ઘણા નેશનલ ગાર્ડે સરકારી દારૂગોળાથી જ માર્યા ગયા. પેલા કપ્તાન પણ તેમાંના એક હતા.
..
એન્જેલરસ પણ આ ગાંડા હુમલાથી છંછેડાઈ ગયો. “ મૂર્ખાઓ નકામાં તેમનાં માણસા હામે છે, અને આપણા દારૂગોળા ખુટાડે છે.
99
HIS
વાત ખરી છે; સરકાર પાસે તો માણસેા તેમજ દારૂગોળા મબલક હોય છે; બળવાખારાને એ બંને બાબતની ટાંચ હાય છે. તેમનો એક માણસ મરાયા તે મરાયા, અને એક કારતૂસ ફૂટી તે ફૂટી જ. તેની જગાએ નવું કશું આવવાનું હોતું નથી.
૩
સૂર્ય હવે માથે આવવા લાગ્યો હતા. મેરચાવાળાઓને ભૂખ સતાવવા લાગી હતી. સવારમાં ઘેાડી વાર પૅરિસમાં કયાંક લડાઈ ફાટી નીકળી હોય એવા અવાજો સંભળાવાથી મેારચાવાળાને ફરી કંઈક આશા બંધાઈ હતી. પરંતુ થોડી વાર પછી પાછું બધું શાંત થઈ ગયું હતું, એટલે તે પાછા હતાશ થવા લાગ્યા હતા. આશામાં વખત કાપવા સહેલા હાય છે; હતાશાની ક્ષણા યુગો જેવી થઈ પડે છે.
થોડી વારમાં ભારે વજન પૈડાં ઉપર ખેંચાતું હોય તેવા ગડગડાટ સંભળાયા. આઠ શેરના ગોળા ફેંકતી બીજી તાપ હવે લાવવામાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org