________________
૩૮૨
લે મિઝરાખવું અને ઝવેરાતથી ઝગમગતા કોટ હું કદી પહેરતું નથી. એવો ખોટો ભપકો હલકટ મનવાળાઓને જ મુબારક.”
એટલામાં દૂરથી ૫ ફૂટવાનો અવાજ સંભળાયો. છોકરાએ પૂછયું, એ શું છે?” બાપે કહ્યું, “અંધાધૂધી, દંગલ!”
એટલામાં જ પેલાં બે બાળકો એક બાજુ આડમાં લપાઈને ઊભેલાં બાપની નજરે પડયાં. એટલે તેણે ઉમેર્યું, “અંધાધૂંધી બગીચામાં પણ પેસવા માંડી કે શું!”
દરમ્યાન પેલા છોકરાએ ખાજામાંથી એક બટકું ભર્યું અને પછી ફૂંકી નાખ્યું. પછી તે અચાનક રડવા મંડયો.
“કેમ રડે છે, ભાઈ?” બાપે પૂછયું,
મારે આ નથી ખાવું.” “કેમ?”
હવે મને ભૂખ નથી."
“પણ ખાજું ખાવા માટે ભૂખ્યા હોવું જોઈએ એવું કોણે કહ્યું? આવી વસ્તુએ તે મોજ આવે ત્યારે ખાવાની હોય છે.”
પણ મને હવે આ ખાજું નથી ભાવતું.” તે હવે તારે ખાવું નથી ને?”
ના.”
“તે પછી પેલા હસને એ નાખી દે !”
પણ છોકશે આનાકાની કરવા લાગ્યો. પોતે ન ખાવું હોય તે માટે બીજાને આપી દેવું, એ વળી કયાંની વાત?
બાપે ગંભીરપણે કહ્યું, “આપણે દયાળુ થવું જોઈએ. આપણે પશુપંખી ઉપર પણ દયા રાખવી જોઈએ.”
અને પછી છોકરાના હાથમાંથી ખાજું લઈને તેણે પેલા હંસે તરફ
તે ખાજું કુંડમાં કિનારા પાસે પડ્યું.
પેલા હંસે જરા દૂર હતા, તથા કશાક શિકારની પાછળ પડયા હતા. પેલા ધનિકે ફેકેલું ખાજે તેમની નજરે જ પડવું નહોતું.
બાપે જોયું કે ખાનું નકામું જશે, એટલે તેણે હિલચાલ કરીને પેલા હસનું ધ્યાન તે તરફ દોરવા પ્રયત્ન કર્યો.
પેલા હંસો કશુંક પાણીમાં પડેલું જોઈને મંદ ગતિથી તે તરફ તરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org