________________
લે સિઝેરાન્ડ “માફ કરજો, સાહેબ,” તે હાંફતાં હાંફતાં બોલ્યો, “પણ આ રહ્યા તમારા પંદરસો ફ્રાંક.”
પેલાએ આંખ ઊંચી કરીને કહ્યું –
એટલે!” થેનારડિયરે અદાથી જવાબ આપ્યો“એટલે કે સાહેબ, હું કૉસેટને પાછી લઈ જાઉં છું.”
કોસેટ જી ઊઠી અને પેલાને વળગી પડી. પેલાએ થેનારડિયર તરફ સ્થિર નજરે જોઈને એક એક શબ્દ વચ્ચે જગા છોડતાં પૂછયું:
તમે – કૉસેટને - પાછી લઈ – જાઓ– છો–એમ?”
હા સાહેબ. મારે આપને કહેવું જોઈએ કે મેં ઘણો વિચાર કર્યો છે. ખરી વાત એ છે કે, કૉસેટ તમને સોંપવાને મને જરા પણ અધિકાર નથી. જુઓ સાહેબ, હું પ્રમાણિક માણસ છું. એ છોકરી મારી નથી; એ છોકરી એની માની છે; અને એની માને જ હું એ છોકરી પાછી મેંપી શકું. આપ કહેશે કે તેની મા તે મરી ગઈ છે; તે પછી, જે માણસ તેની માના હાથનું લખેલું મુખત્યારનામું લાવે, તેને જ હું એ છોકરી આપી શકું. એ વાતમાં કશી તકરાર શી હોઈ શકે, સાહેબ?”
- પેલા માણસે કશે જવાબ આપ્યા વિના તરત જ પિતાના ખિસ્સામાંથી પાકીટ કાઢયું. થેનારડિયરના આખા શરીરમાં થઈને થરથરાટી પસાર થઈ ગઈ. તેને લાગ્યું કે હવે આ માણસ તેના હાથમાં આવ્યું છે: તે તેને લાંચ આપવા માગે છે!
પેલા મુસાફરે પાકીટ ઉઘાડતા પહેલાં ચારે તરફ નજર કરી લીધી. કોઈ માણસ આખા જંગલમાં કે ખીણમાં કયાંય દેખાતું ન હતું. તેણે પિતાનું પાકીટ ઉઘાડીને તેમાંથી નોટો નહિ પણ એક સાદી ચિઠ્ઠી કાઢીને થેનારડિયરને કહ્યું, “તમારી વાત ખરી છે; લો આ વાંચો.” થેનારડિયરે હાથમાં કાગળ લીધો અને વાંચ્યું -
મ0
માર્ચ ૨૫ - ૧-'૨૩ મિ. થેનારડિયર -
તમે આ ચિઠ્ઠી લાવનારને કૉસેટ સેંપી દેશે; તે બધી બાકીની રકમ ચૂકવી દેશે.
– આપની, ફેન્ટાઇન. “તમે એ સહીના હસ્તાક્ષર ઓળખે છોને?” પેલાએ પૂછ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org