________________
૧૨૬
લે મિરાલ્ફ આ વખતે આંટ મારે માટે વાગે છે. અધ્યક્ષ-માતા મને બોલાવી રહ્યાં છે. હું જાઉં છું. મેડલીન બાપુ, જરા પણ આઘાપાછા ન થતા; હું પાછો આવું ત્યાં સુધી ભજો. કંઈક અવનવું બનતું હોય એમ લાગે છે. ભૂખ લાગે, તે પેલી રોટી, અને પેલું પનીર છે.”
અને, “આવ્યો આવ્યો” બેલતે તે ખોડંગ ખોડંગતે ઝૂંપડીની બહાર દોડી ગયો.
ડી મિનિટ બાદ અધ્યક્ષ-માતાની સમક્ષ પહોંચી તેણે નીચું નમન કર્યું. તે માળા ફેરવતાં હતાં.
“ઓહ, ફર્વે સા કે ?” “ફ” એ ટૂંકા નામથી મઠમાં તેને સૌ કોઈ બોલાવતું. “હા, માતાજી.” “તમને બોલાવ્યા હતા; મારે કંઈ વાત કરવી છે.”
ભલે માતાજી, હું આપની સેવામાં હાજર છું. પરંતુ આપની પરવાનગી હોય તો મારે પણ એક વાત આપને કરવાની છે.”
ઠીક, પહેલાં તમારી વાત કહો.”
ફોશલ કેસો “ઠંડા મિજાજ'વાળો માણસ હતો. મઠમાં ગાળેલાં બે વર્ષ દરમ્યાન તેણે પોતાની રીતે પોતાના કામમાં ભારે સફળતા પ્રાપ્ત કરી હતી. મઠના આ બધા બુરખાધારી ઓળાઓ તેનાથી અતિ દૂર હતા; છતાં સતત લક્ષ આપીને તથા નિરીક્ષણ કરીને તેણે એ ઓળાઓની પૂરતી ઓળખ પ્રાપ્ત કરી લીધી હતી. જુદા જુદા બધા ઘંટાનાદને અર્થ તે સમજી ગયો હતે, એટલે મઠની નાની-મોટી બધી પ્રવૃત્તિઓ તેની સમક્ષ ચાલતી હોય તેવી તેને સ્પષ્ટ થઈ ગઈ હતી. ફેશલ બધું જાણવા છતાં, બધું પેટમાં રાખી શકતો; અને એ એની ખાસ ખૂબી હતી. વળી તે બહુ નિયમિત હતો, અને બાગબગીચાના કામસર જવું પડે તેટલા પૂરતો જ એ મઠની દીવાલોની બહાર નીકળતા. આવો મંગો તથા એકલવા માણસ મઠની સાધ્વીઓને ભરોસાલાયક બની રહે એમાં નવાઈ નથી.
ફેશલોંએ પોતાની કિંમત સમજનારા નોકરની ગામઠી અદાથી અધ્યક્ષ-માતા આગળ પોતાની વૃદ્ધાવસ્થાની, પોતાની અશક્તિની, આગાહી વર્ષોની, વધતા જતા કામકાજની, ગઈ રાત જેવી ઠંડી હિમભરી તેની કે જે દરમ્યાન બધાં તરબૂચને ઢાંકી દેવાં પડે છે, – વગેરે વાત કાઢી અને અંતે જણાવ્યું કે, “મારો એક ભાઈ છે (અધ્યક્ષ-માતા અહીં આગળ ચમકી ઊઠડ્યાં છે, જે જુવાન નથી (બીજી ચમક, પણ પહેલી જેવી ભયભરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org