________________
૧૫
ફેશની મૂંઝવણ થઈને ફરી બહાર ન જઈ શકો?”
“અશકય.”
એટલામાં જ બીજી જાતને ઇંટ વાગવાને અવાજ આવ્યો. ફોશલ મઠના ઘાંટની બધી ભાષા બરાબર સમજતો હતો. તે બોલ્યો, “જુ સુધરાઈના અમલદારોને ખબર મોકલાય છે કે તેમને ડૉકટર આવીને મોતનું સર્ટિફિકેટ કાઢી આપે. પણ આ વખતે આ લોકો આટલી ઉતાવળ કેમ કરે છે? પણ ઠીક, આ બચીનું નામ શું?”
“કૉસેટ.”
“તેને બહાર લઈ જવી એ તો સહેલું છે. હું તેને મારી પીઠ ઉપરના થેલામાં ઘાલીને લઈ જઈશ. તેને તમે ચૂપ રહેવાનું કહી દેજો. બહાર મારી એક જની ઓળખીતી ફળવાળી બુદ્ધી રહે છે. તે બહેરી છે, અને તેના ઘરમાં બીજાં કોઈ નથી. તેના કાનમાં બરાડા પાડીને હું તેને સમજાવી દઈશ કે, બચીને કાલ સુધી તેના ઘરમાં રાખે. પછી તમારી સાથે બચી પણ મઠમાં પાછી આવશે; કારણ કે હું તમને પાછા મઠમાં જ લાવવા માગું છું. પણ તે માટે તમારે પ્રથમ બહાર નીકળવું જોઈએ, એનું શું?”
જીન વાલજીન ડોકું ધુણાવવા લાગ્યો. ફેશલ પણ પિતાની કાનપટ્ટી આમળવા લાગ્યો. તેવામાં ત્રીજી જાતને દાંટનાદ થયો.
છે, ડૉકટર પાછો જાય છે. હવે મડદા-પેટી સરકાર તરફથી આવશે, ને પેટીમાં મડદું મુકાઈ જશે એટલે પછી મારે જઈને ખીલીઓ ઠોકી તેનું ઢાંકણ જડી દેવાનું. પછી તે પેઢી બીજે દિવસે અવલકંજલ પણ મારે પહોંચાડી આવવાની.”
સૂર્યનું એક ત્રાંસું કિરણ હવે આવીને ઊંઘતી કૉસેટના મોં ઉપર બેલી રહ્યું હતું. કૉસેટના હોઠ સહેજ ઊઘડયા હતા, અને પ્રકાશ ઝીલતા દેવદૂત સમી તે શોભી રહી હતી. જીન વાલજીન તે દર્શનથી પિતાના વિષુબ્ધ ચિત્તમાં કંઈક શાંતિ મેળવવા લાગ્યો. પરંતુ ફોશલ ડોસો પોતાનું સ્મશાનપુરાણ આગળ ચલાવતે બોલ્યો :
સાધ્વીઓ માટેની કબર વૉગી૦-ના કબ્રસ્તાનમાં જ ખેદવામાં આવે છે. મારો મિત્ર મૅસ્ટ્રીન બાપુ ત્યાં ઘરનું કામ કરે છે. અહીંની સાધ્વીઓને રાત પડશે ત્યાં દાટવા લઈ જવાની ખાસ પરવાનગી છે –
એટલામાં ચોથી જતન દાંટ વાગ્યો. ફોશલ તરત ઊભો થઈ ગયો અને બોલ્યો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org