________________
લે સિઝેરાલ્ડ બટન ઠીક કરી. પોતાના હાથની અદબ વાળીને કંઈક વિચારમાં પડ્યો હોય તેમ ચાલવા માંડયો. જીન વાલજીને તેને જતો જોઈ રહ્યો. થોડે દૂર ગયા પછી જાવટે પાછા ફરીને બોલ્યો, “પણ ભલા માણસ, તું મને પૂરો કરી નાખને?”
“ભાઈસાહેબ, ચાલતે થા.”
જાવર્ટ થોડાં ડગલાં આગળ ચાલ્યો. પછી શેરીને વળાંક આવતાં તે દેખાતે બંધ થયો. પણ તેનાં પગલાં મોતના પંજામાંથી છૂટેલા માણસ જેવાં હળવાં પડવાને બદલે, ફાંસીએ ચડવા જતા માણસ જેવાં ભારે પડતાં હતાં.
તે દેખાતે બંધ થયો એટલે, જીન વાલજીને તમંચે ઊંચો કરીને હવામાં ભડાકો કર્યો, અને પછી મરચામાં પાછા આવીને જણાવ્યું, “કામ પતી ગયું છે.”
દરમ્યાન, મેરિયસને કંઈક યાદદાસ્ત તાજી થવા લાગી. અચાનક તેને યાદ આવ્યું કે પેલો જાસૂસ તો પોલીસ ઈન્સ્પેકટર જવર્ટ જેવો હતો કે જેણે થનારડિયરના પ્રસંગ વખતે પોતાને બે પિસ્તોલે આપી હતી. તેણે તરત એજોલરસને પૂછયું, “પેલાનું નામ શું હતું?”
કોનું?”
પેલો પોલીસ ઑફિસર, જેની ખોપરી ઉડાવવાને હમણાં તે હુકમ આપ્યો; તેનું નામ તને ખબર છે?”
હા, તેણે કહ્યું હતું, કે તેનું નામ જાવર્ટ છે.”
મેરિયસે એકદમ પાછળ દોડી જવા કૂદકો માર્યો. પણ તે જ ઘડીએ તમંચાને ભડાકાને અવાજ આવ્યો અને જીન વાલજીને પાછા આવીને જાહેર કર્યું કે, “કામ પતી ગયું છે.”
મેરિયસના અંતરમાં થઈને એક પ્રકારની ધ્રુજારી પસાર થઈ ગઈ. જાવર્ટને દેખીને આ માણસ જ બારી ફૂદીને સૌથી પહેલો નાસી ગયો હતો, અને તેણે જ જાવર્ટને પોતાને હાથે મારી નાખવાની પરવાનગી એન્જોલરસ પાસેથી માગી હતી. અર્થાત તે પોલીસના હાથમાંથી છટકે કોઈ મોટો ગુનેગાર હેવો જોઈએ !”
પણ હવે એ બધા વિચારો કરવાનો વખત રહ્યો ન હતે. લશ્કરને સીધો હુમલો આવી પહોંચ્યો હતે; અને પ્રજાએ બળવાખોરોને મોતની સજા ફરમાવી દીધી હતી!
ઇતિહાસમાં આમ જ બનતું આવે છે. જ્યારે બળવાખોરોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org