________________
* મરચાને અત
૩૮૯ પ્રજાને પણ સાથે હોય છે – અર્થાત્ બળવાખોરે જે કાંતિ કરવા માગતા હોય તે કરવા પ્રજા પણ સમસમી રહી છે, ત્યારે પ્રજાના માણસનું દરેક ઘર બળવાખાને માટે સાધનસામગ્રી પૂરી પાડનારું, ઘા ઉપર મલમપટ્ટી કરનારું, કે પાછલે બારણેથી નાસી જવાનું યા છુપાઈ જવાનું સાધન બની રહે છે.
પરંતુ જ્યારે પ્રજા એ કાંતિ, ફેરફાર કે સુધારા માટે તૈયાર નથી હોતી, ત્યારે પ્રજાનાં બધાં ઘરે બળવાખોરો માટે બંધ થઈ જાય છે! ઊલટું, પ્રજા એ ધાંધલ કરનારા લોકો ક્યારે રાજસત્તાને હાથે ખતમ થાય એમ જ ઈચ્છતી હોય છે. દરેકને પોતાનું કુટુંબ સાચવવાનું હોય છે, પિતાની આવક સાચવવાની હોય છે કે પોતાના ધંધારોજગાર ચાલુ રાખવાનું હોય છે.
અને છતાં પ્રજાનો મિજાજ જાણવાનું કશું સીધું સાધન તે હોતું નથી! પ્રજા સાથ આપશે કે નહિ, અથવા કેટલો આપશે, તેની ગણતરી કર્યા વિના જ આદર્શને વ્યવહારમાં સિદ્ધ કરવા ઇચ્છનારાઓ ચળવળ ચલાવવાના. કદાચ એવા કેટલાય ખતમ થાય, ત્યારે જ પ્રજાને અંતરાત્મા પણ એ ફેરફારો માટે હાલી ઊઠે કે જાગ્રત થાય, અને તે પોતે પણ એ જતના બલિદાન કે શહીદી માટે તત્પર બને.
અને જે દેશમાં આદર્શની એવી ઉપાસના કરવા તત્પર રહેનારા લોકો હમેશ ઊભા થયા કરે છે, તે દેશ પ્રગતિ તરફ કૂચ કરતો રહે છે; નહિ તો પોતે મેળવેલી સિદ્ધિઓના આથામાં જ અથાઈ જઈને, પેચો પ, સલ જાય છે. માનવ ઇતિહાસ એવી કેટલીય સંસ્કૃતિને અથાઈ જઈને સહ ગયાને ઇતિહાસ છે.
પરંતુ, પ્રગતિ ઝંખનારાં બધાં બળ પાછળ પ્રજા ગાંધ બનીને સાથ આપવા દેડી જાય તેવું નથી જ બનતું. તેનામાં પણ એ બલિદાન- એ સિદ્ધિ માટે તમન્ના જાગવી જોઈએ. એટલે પ્રગતિ ઈચ્છનારા જેઓ એ વ્યાપક તમન્ના જગવવા શક્તિમાન ન હોવા છતાં જ્યારે એની સિદ્ધિ અર્થે હિંસાનો આશરો લે છે, ત્યારે પ્રગતિનાં તે બને એ જાતની અધીરાઈથી પોતાની સજા પોતાને હાથે ફરમાવે છે. કારણ કે, શસ્ત્રબળથી તમે પ્રગતિ સાધવા જાઓ, તો તમે શસ્ત્રબળના અમલમાં જ સામે પગલે ચાલીને આવી જાઓ છો, અને પછી તે શસ્ત્રબળની હરીફાઈમાં જ તમે ઊતરી પડે છે. તે હરીફાઈમાં ફાવવું એ પછી જુદી વાત થઈ ગઈ. પ્રગતિ અર્થે શહીદ થવા ઇચ્છનારે તેથી જ શસ્ત્રબળ સાથે સગપણ સાધવાને બદલે બીજા કોઈ બળની – માત્ર પ્રકાશના બળની સગાઈ શોધવી જોઈએ. શસ્ત્રબળને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org